પૂરના કારણે પુલ ઉપરથી પસાર થઇ રહ્યું હતું પાણી, છતાં પણ બાઈક સવાર પાર કરવા ગયો અને પુલની વચ્ચે જ એવી રીતે ફસાયો કે… જુઓ વીડિયો

દેશભરમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં તો ઘરની અંદર પણ પાણી ઘુસી ગયા છે. ઇન્ટરનેટ ઉપર પાણી ભરાવના ઘણા બધા વીડિયો પણ સામે આવી રહ્યા છે. ઘણા વીડિયોની અંદર કેટલીક દુર્ઘટનાઓ પણ થતી હોવા મળે છે. હાલ એવી જ એક દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇરહ્યો છે. જે હચમચાવી દેનારો છે.

સામે આવેલો આ વીડિયો તેલંગાણાનો છે. જ્યાં એક બાઇક સવાર પાણીના જોરદાર પ્રવાહમાં પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને અચાનક અધવચ્ચે ફસાઇ ગયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર વ્યક્તિ મોટરસાઇકલ પર હિમાયથ સાગર સર્વિસ રોડ બ્રિજ પાર કરી રહ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તેનું કઈ ના ચાલ્યું અને તે પણ વહેવા લાગ્યો.

પરંતુ નસીબે તેનો સાથ ન છોડ્યો અને તે રોડની બાજુમાં આવેલી રેલિંગમાં ફસાઈ ગયો. આ પછી સાયબરાબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વ્યક્તિને બચાવવામાં સફળ રહી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ શેર કર્યું કે તેલંગાણા સાયબરાબાદ પોલીસે એક વ્યક્તિને જોરદાર પ્રવાહથી વહી જવાથી બચાવ્યો. હિમાયત સાગર સર્વિસ રોડ બ્રિજ પર જોરદાર પ્રવાહ હતો, તેમ છતાં યુવકે તેની બાઇક પર તેને ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો અને મુશ્કેલીમાં આવી ગયો.

આ વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ બાઇક સાથે રોડની બાજુમાં રેલિંગની મદદથી પોતાની જાતને ઝડપી પાણીમાં વહી જતા અટકાવે છે. ત્યારે જ ત્યાં પોલીસ ટોઇંગ વાહન સાથે પહોંચે છે અને લોખંડની મોટી સાંકળની મદદથી તે વ્યક્તિનો જીવ બચાવે છે. આ સાથે બાઇકને પણ લોખંડની સાંકળથી બાંધવામાં આવે છે, જેમાં વાહન આગળ ચાલે છે તેમ બાઈક પણ કિનારે પહોંચી જાય છે.

Niraj Patel