ખબર વાયરલ

લાંચ લેવાની નવી રીતે, હાથ અડાવ્યા વગર મહિલા ટ્રાફિક પોલીસ કર્મીના ખિસ્સામાં આવી ગયા પૈસા, જુઓ વીડિયો

આને કહેવાય ડાયરેક્ટ પોકેટ પે….આ છે ન્યુ ઇન્ડિયા- જુઓ વાયરલ વીડિયો

રાજ્યની પોલીસને કાનૂન વ્યવસ્થા બનાવી રાખવાની જવાબદારી આપવામાં આવી છે. તેથી જ દિવસ રાત પોલીસ કર્મચારી દરેક જગ્યાએ પોતાની ડ્યુટી નિભાવતા જોવા મળતે છે. પોલીસ અને ટ્રાફિક પોલીસના ખભા ઉપર જવાબદારી હોય છે કે કોઈ કાનૂન ના તોડે અને જો કોઈ કાનૂન તોડે તો તેને સજા કરવામાં આવે જેથી તે ફરી કયારેય કાનૂન ન તોડે.

પરંતુ કેટલીક વાર આ પોલીસકર્મી એવી હરકતો કરે છે જેનાથી બીજા પોલીસ કર્મીઓ પણ બદનામ થાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રિશ્વત લેવાની નવી રીતે જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર આ વીડિયો પુણેના સાઈ ચોકનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાલ રંગની સ્કૂટી પર એક મહિલા બેઠી છે અને તેની પાસે એક મહિલા ઉભી છે. મહિલા અને મહિલા પોલીસ કર્મી વચ્ચે થોડી વાતચીત થાય છે. પછી મહિલા પોતાના ખિસ્સામાંથી પૈસા કાઠીને મહિલા પોલિસના ખિસ્સામાં મૂકી દે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમે પણ જુઓ આ વીડિયો .. જણાવી દઈએ કે લોકોએ આ વીડિયોને શેર કરીને લાંચ લેતી મહિલા પોલીસ પર કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.