આ ટ્રાફિક પોલીકર્મીએ રોડ ઉપર બતાવી માનવતા… વીડિયો જોઈને લોકોએ કહ્યું…. “આ છે દેશનો અસલી હીરો !”

આજે મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને સ્માર્ટફોન દ્વારા દુનિયા સાથે જોડાયેલા રહે છે. ઘણીવાર લોકો પોતાના સ્માર્ટફોનમાં એવી ઘટનાઓ કેદ કરી લેતા હોય છે જે દિલને સ્પર્શી જતી હોય છે, એવા ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે જેને તમારું પણ દિલ જીતી લીધું હશે. હાલ એવો જ એક ટ્રાફિક પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર એક પોલીસ અધિકારી એક દિવ્યાંગ વ્યક્તિને રોડ પાર કરાવવામાં મદદ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં ટ્રાફિક પોલીસની હલચલ થાય છે. જેના બાદ એક પોલીસ અધિકારી એક દિવ્યાંગ વ્યક્તિનો હાથ પકડી અને તેને રોડ પાર કરાવવામાં મદદ કરે છે. તો જે વ્યક્તિ વીડિયો ઉતારી રહ્યો છે તેને “હેટ્સઓફ” કહેતા પણ સાંભળી શકાય છે.

રોડ પાર કરાવવા માટે દિવ્યાંગ વ્યક્તિની મદદ કરનાર આ મુંબઈ પોલીસના અધિકારીની ઇન્ટરનેટ ઉપર ખુબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે. ઇન્ટાગ્રામની એક પોસ્ટમાં મુંબઈ પોલીસ દ્વારા આ ઘટનાની એક નાની કલીપ પણ શેર કરવામાં આવી છે, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Police (@mumbaipolice)

માહિતી અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રોડ. પોલીસ અધિકારીએ વિશેષ રૂપે જયારે દિવ્યાંગ વ્યક્તિને જોયો ત્યારે તે રસ્તો પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે પોલીસ અધિકારીએ તે વ્યક્તિનો હાથ પકડ્યો અને સાવધાની સાથે તેને રસ્તો પાર કરાવ્યો. મુંબઈ પોલીસ દ્વારા આ વીડિયો શેર કરીને કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “એચસી રાજેન્દ્ર સોનવણેને સીએસએમટી ટોડ ઉપર જોવામાં આવ્યા, જે આપણા બધાથી સારું કરે છે, જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.”

Niraj Patel