ખબર

હેલ્મેટ ના પહેરવા ઉપર શાકભાજી વાળાને પકડાવ્યું 2 મીટર લાંબુ ચલણ, દંડ સાંભળીને ઉડી જશે હોશ

ટ્રાફિકના નિયમો માટે લોકો સજાગ બને તે કારણે હવે ટ્રાફિક પોલીસ પણ કડક બની છે. અને હેલ્મેટના પહેરનાર અને ટ્રાફિક નિયમનોનું ઉલ્લઘન કરનાર લોકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ હાલમાં એક એવી ઘટના સામે આવી છે તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

Image Source

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક શાકભાજી વેચતા વ્યક્તિને હેલ્મેટ વગર સ્કૂટર ચાલવું ભારે પડી ગયું છે. જયારે પોલીસે સ્કૂટરની કિંમત કરતા વધારે દંડ લગાવીનું યુવકનું ચલણ કાપ્યું હતું. આ દંડ ટ્રાફિકના નિયમોના ઉલ્લઘન માટે લગાવવામાં આવ્યો હતો.

Image Source

મડીવાલના રહેવા વાળા અરુણ કુમારે જણાવ્યું હતું કે શુક્રવારના રોજ તેને ટ્રાફિક પોલીસે હેલ્મેટ ના પહેરવાના કારણે રોકી લીધો હતો. પરંતુ તેના હોશ ત્યારે ઉડી ગયા જયારે તેને બે મીટર લાંબુ ચલણ જોયું. તેણીઓ ઉપર 42,500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. અરુણે જણાવ્યું કે તે તેના સેકન્ડ હેન્ડ સ્કૂટરની કિંમત કરતા પણ વધારે હતો.

Image Source

તો મડીવાલ પોલીસના જણાવ્યા અનુસાર અરુણ કુમારે 77 વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કર્યું હતું. જેના માટે તેને હવે કોર્ટની અંદર 42,500 રૂપિયાનું ચલણ ભરવું પડશે. પોલીસે તેનું સ્કૂટર જપ્ત કરી લીધું છે. વિભાગ તરથી આ જવાબ મળ્યા બાદ અરુણ કુમારે પૈસાની વ્યવસ્થા કરવા અને તેની ચુકવણી કરવા માટે કોર્ટ પાસે થોડો સમય માંગ્યો છે.