ગાડીમાંથી વ્યક્તિ ઉતર્યો નહીં તો ગાડીના બોનેટ ઉપર જ બેસી ગયો ટ્રાફિક પોલીસકર્મી, પછી ગાડીવાળાએ જે કર્યું તે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

ટ્રાફિકના નિયમનું પાલન કરવું ખુબ જરૂરી છે, ત્યારે ઘણા લોકો નિયમનો ભંગ કરે છે અને તેમને દંડ પણ ભરવો પડતો હોય છે. મોટાભાગના ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહેલા લોકોને દંડ ફટકારવા માટે ઉભા જ હોય છે. પરંતુ ઘણીવાર કેટલાક વાહન ચાલકો દંડ ભરતા નથી અને ત્યાંથી ભાગી જવાનો પણ પ્રયત્ન કરે છે.

આ દરમિયાન ટ્રાફિક પોલીસ ઘણીવાર તેમના વાહન  આગળ આવીને ઉભા થઇ જાય છે તો ઘણીવાર તેમની વાહનનો પીછો કરીને પણ દંડ વસુલતા હોય છે, પરંતુ આ દરમિયાન એક એવો વીડિયો સામે આવ્યો છે જે રૂંવાડા ઉભા કરી દેનારો છે. જેમાં એક ટ્રાફિક પોલીસનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.

સોશિયલ મીડિયા ઉપર હાલ મુંબઈના અંધેરી પશ્ચિમનો એક ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કારની બોનેટ ઉપર એક ટ્રાફિક પોલીસને જોઈ શકાય છે, અને કાર ચાલક ટ્રાફિક પોલીસના બોનેટ ઉપર બેસવા છતાં પણ કારને હંકારી મૂકે છે, જેના કારણે ટ્રાફિકકર્મીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકતો હતો.

આ ઘટના લગભગ 11 વાગ્યાની આસપાસની છે, જ્યાં એક કોન્સ્ટેબલ વિજય સિંહ ગુરવ અંધેરીના આઝાદ નાગર મેટ્રો સ્ટેશન નીચે ડ્યુટી કરી રહ્યો હતો. ત્યારે જ એક ગાડી ખોટી દિશામાંથી રોડ ઉપર આવતા દેખાઈ. જેને રોકવા માટે તેમને ઈશારો કર્યો. પર્નાતું ગાડીમાં બેઠેલા વ્યક્તિએ એકઆઈડી કાર્ડ બતાવ્યા બાદ ભાગવાનો પ્રયત્ન કર્યો.

જેના બાદ ગુરવ ગાડીના બોનેટ ઉપર બેસી ગયો અને તેના બાદ ડ્રાઈવરે ગાડીને પુરપાટ ઝડપે ભગાવી દીધી. અધિકરીએ કહ્યું કે કોન્સ્ટેબલને લગભગ 1 કિલોમીટર સુધી બોનેટ ઉપર રાખવામાં આવ્યો અને કારની એક લેનમાં ઘુસ્યા બાદ તેને ફેંકી દેવામાં આવ્યો. સ્થાનિક લોકોએ આ ઘટનાને તેમના કેમેરામાં કેદ કરી લીધી. જેમાં કોન્સ્ટેબલને કારની બોનેટ ઉપર બેઠેલા અને ડ્રાઈવરને ગાડી ભગાવતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના બાદ કોન્સ્ટેબલ વિજય સિંહ ગુરવ તરત પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાર ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેની ઓળખ હજુ નથી થઇ શકી.

Niraj Patel