ખબર

સ્કૂટીનો 3000નો મેમો ફાડ્યો તો જુનિયર એન્જિનિયરે એવું ભેજુ દોડાવ્યું કે પોલીસ દોડતી થઇ ગઇ

નવા મોટર વ્હીકલ અધિનિયમન નિયમો(Motor Vehicle Act) લાગુ થયા પછી રોજ અનેક અવનવા મામલાઓ અને ઘટનાઓ સામે આવવા લાગ્યા છે. એવામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર ધડાધડ ચલણ કાપવામાં આવી રહ્યું છે. નવા નિયમોના લાગુ થયા પછી જેટલા હેરાન-પરેશાન સામાન્ય લોકો છે તેના કરતા અનેક ગણા વધારે ટ્રાફિક પોલીસ છે.

Image Source

એવામાં એક નવી ઘટના મેરઠમાંથી જોવા મળી છે. અહીં એક વ્યક્તિનું ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા ચલણ કાપવું પોલીસ થાણા માટે મોંઘુ પડી ગયું છે. વાત કંઈક એમ છે કે તેજગઢી ચાર રસ્તા પર વીજળી વિભાગના જેઈ પ્રકાશ ગર્ગ હેલ્મેટ વગર જ સ્કૂટી પર જઈ રહ્યા હતા. રસ્તામાં ચોક પર કાર્યરત હેડ કોન્સ્ટેબલે તેને રોક્યા અને ગાડીના કાગળિયા દેખાડવા માટેનું કહ્યું. તે સમયે જેઈ પાસે કોઈપણ જરૂરી પેપર ન હતા. એવામાં તેનું 3000 નું ચલણ પણ કાપવામાં આવ્યું. એવામાં કથિત સ્વરૂપે નારાજ જેઈએ પોલીસ થાણાની વીજળી કપાવી નાખી.

Image Source

આ ઘનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જેઈ એવું કહેતા દેખાઈ રહ્યા છે કે,”પોલીસ વળી ક્યાં નિયમોનું પાલન કરે છે? પોલીસ ચોકી અને થાણા પર લાખો રૂપિયાની વીજળીનું બિલ ભરવાનું બાકી છે”. આ સમય દરમિયાન જેઈ અને કોન્સ્ટેબલ વચ્ચે ખુબ દલીલો થઇ.

Image Source

મેરઠ ટ્રાફિક પોલીસે ગુરુવારે તેજગઢી ચાર રસ્તા પર જેઈએ હેલ્મેટ ન લગાવવા પર ચલણ ફાડ્યું હતું અને પોતાને સરકારી કર્મચારી જણાવ્યા હતા. જેના પછી જેઈએ લાઈનમૈનને બોલાવીને તેજગઢી થાણા અને મેડિકલ થાણાની વીજળી કપાવી નાખી.

Image Source

ચલણ કાપનાર કોન્સ્ટેબલનું કહેવું છે કે,”જેઈ સોમપ્રકાશ ગર્ગ દારૂના નશામાં હતા. ઊંચી અવાજમાં બોલવાની સાથે સાથે તેણે ધમકી પણ આપી હતી. પ્રદુષણ જાંચ અને હેલ્મેટ ન હોવાને લીધે તેનું ચલણ કાપવામાં આવ્યું હતું”. જ્યારે જેઇનું કહેવું હતું કે,”માથામાં એલર્જીને લીધે તેણે હેલ્મેટ પહેર્યું ન હતું”.

Image Source

આ સિવાય જેઈએ કહ્યું કે,”નશાની વાત એકદમ ખોટી છે, તેજગઢી ચાર રસ્તા પર મીટર નથી, ચોરીથી વીજળી ચલાવી રહ્યા છે. મેડિકલ થાણા પર 1.67 લાખ રૂપિયાની વીજળીનું બિલ ભરવાનું બાકી પડ્યું છે. મેડિકલ થાણાને ભુગતાન કરવાની વાત પર વીજળી પાછી આપવામાં આવી છે, પણ ચોકીની વીજળી પાછી જોડવામાં નથી આવી”.

Image Source

એવામાં ઈન્સ્પેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરીને વીજળી ફરીથી જોડવાની માંગ કરી હતી. પુરી ઘટના પર અધિકશન અભિયંતા એ.કે પાઠકે કહ્યું કે,”જેઈએ વીજળીનું બિલ બાકી હોવાને લીધે વીજળી કપાવી નાખી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત અને આગળના વીજળીના બિલના પૈસા જવા કરવાના આશ્વાસન પર કનેક્શન ફરીથી જોડી દેવામાં આવ્યું છે. આ સિવાય ચલણ કાપવાના વિરોધમાં વીજળી કાપવાની જાંચ પણ કરવામાં આવશે. ઓફિસરોના નિર્દેશ પર ઘણા કલાકો પછી થાણામાં વીજળી પાછી આપવામાં આવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.