મોટરયાન સંશોધન બિલ-2019 લાગુ થયા પછીથી રાંચી ટ્રાફિક પોલીસ માં કડક પગલાં લેવાતા દેખાઈ રહ્યા છે. ટ્રાફિક નિયમ તોડવા પર દરેક કોઇનું ચલણ કાપવામાં આવી રહ્યું છે. એવામાં એવી જ એક ઘટના લાલપુરના વિસ્તરામાં જોવા મળી છે. જ્યા ટ્રાફિક નિયમ તોડવા પર ટ્રાફિક એસપી અજિત પીટર ડુંગડુંગએ પોતાના જ સહકર્મી ટ્રાફિક પોલીસકર્મી રાકેશ કુમાર પર 36,000 નું ચલણ કાપી નાખ્યું.

આ સિવાય અજિત પીટરે કોન્સ્ટેબલની સાથે બાઈક પર પાછળ બેઠેલા અધિકારી પાસેથી પણ સ્પષ્ટીકરણ માંગ્યું છે કેમ કે તેઓના પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે.
રિપોર્ટના આધારે ટ્રાફિક પોલીસકર્મી રાકેશ કુમાર ગુરુવારની રાતે પોતાની ડ્યુટી પુરી કરીને ઘરે જઈ રહ્યા હતા. રાજેશ કુમારની પાછળ એએસઆઇ પરમેશ્વર બેઠેલા હતા અને તેઓ હેલ્મેટ વગર જ ગાડી ચલાવી રહયા હતા.

એવામાં સામેથી એસપીની ગાડી આવી રહી હતી અને તેણે બાઈક રોકાવીને બંન્ને સાથે પૂછતાછ કરી. આ સિવાય તેમણે બંન્નેને ગાડીના જરૂરી કાગળિયા પણ બતાડવા માટે કહ્યું પણ તેઓની પાસે કાગળિયા હાજર ન હતા. માટે તેઓ ન તો ગાડીના કાગળિયા દેખાડી શક્યા કે ન તો ઈંશ્યોરેંસના પેપર. એવામાં ટ્રાફિક પોલીસે તેનું ચલણ કાપવાનો નિર્દેશ આપ્યો.
રાજેક કુમારે જણાવ્યું કે,”જો કે તેની ઉપર 18,000 નું ફાઈન બનતું હતું, પણ અજિત પીટરે પોલીસ હોવાને લીધે અમારા પર બે ગણું એટલે કે 36,000 રૂપિયા ચલણ કાપવામાં આવ્યું છે”.

એવામાં પોલીસે કહ્યું કે કાનૂન બધા માટે એક સમાન જ છે અને જો કોઈ પોલીસકર્મી કાનુનને તોડશે તો તેના વિરુદ્ધમાં બે ગણો દંડ લગાવવામાં આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks