દિલધડક સ્ટોરી નારી વિશે

માઈકલ જૈક્સનની જેમ ડાન્સ કરીને ટ્રાફિક નિયમ સમજાવે છે ઇંદોરની ડાન્સિંગ ગર્લ, જુઓ સુંદર વિડીયો

1 સપ્ટેમ્બર, 2019 થી ભારતમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઇ ચુક્યા છે, જેને લીધે ટ્રાફિક પોલીસો પર જવાબદારી અનેક ગણી વધી ગઈ છે. તેઓ રસ્તાઓ પર ગાડીના જરૂરી કાગળિયાની જાંચથી લઇને ટ્રાફિક વ્યવસ્થા બાનાવી રાખવામાં મદદ કરે છે.

Image Source

એવું જ એક શાનદાર ઉદાહરણ ઇંદોરના રસ્તાઓ પર જોવા મળ્યું છે, જ્યાં એક વિદ્યાર્થીની રસ્તાઓ પર ડાન્સ કરીને  ટ્રાફિક નિયમો સમજાવે છે. આ છોકરીનું નામ ‘શુભી જૈન’ છે જે ડાન્સ કરતા કરતા ટ્રાફિકને કંટ્રોલમાં રાખે છે. તેનો ડાન્સ માઈકલ જૈક્સનના ડાન્સને મળતો આવે છે. શુભી ઇંદોર પોલીસની સાથે  વૉલિન્ટિયર કામ કરી રહી છે.

Image Source

શુભી પુણેની સિમ્બાયોસીસ કૉલેજની વિદ્યાર્થી છે. તે ઇંદોરમાં ટ્રાફિક સુધારા માટે ઇન્ટરશીપ કરી રહી છે. લાલ સિગ્નલ પર વાહન ચાલકોના રોકાતા જ તે તેની પાસે પહોંચી જાય છે અને ટ્રાફિક નિયમો સમજાવે છે.

Image Source

રિપોર્ટના આધારે તે ટુ-વ્હીલર પર હેલ્મેટ પહેરીને ચલાવનારાઓને સલામ કરે છે અને જે હેલ્મેટ નથી પહેરતા તેઓને હાથ જોડીને વિનંતી કરે છે. તેઓ કાર ડ્રાઈવરોને પણ રોકીને સીટ બેલ્ટ પહેરવા માટે અનુરોધ કરે છે.

Image Source

જણાવી દઈએ કે શુભીને ડીજી વરુણ કપૂર સન્માનિત પણ કરી ચુક્યા છે. શુભીનું કહેવું છે કે તેની પાછળ તેનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સુરક્ષિત રહે.

ઈંદોરના એક અન્ય ટ્રાફિક પોલીસ રંજીત સિંહ પણ ટ્રાફિક ડાન્સ માટે ખુબ જ લોકપ્રિય છે, તેને ઈંદોરના ડાન્સિંગ કોપ, મુનવોકિંગ કોપ પણ કહેવામાં આવે છે. ડાન્સ કરીને ટ્રાફિક નિયમો સમજાવવાની પ્રેરણા શુભીને રંજીત સિંહ દ્વારા જ મળી છે.

Image Source

જુઓ ડાંસ કરીને ટ્રાફિક કંટ્રોલ કરતો શુભી જૈનનો વિડીયો-1…

વિડીયો-2…

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.