કચ્છમાં માતાન મઢ દર્શને જઇ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 3ના મોત- હાઇવે ચીચીયારીઓ ગૂંજી ઉઠ્યો

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં કેટલાક લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં જ કચ્છના ભચાઉના કટારિયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા 3 લોકોના મોત થયા જેમાં 2 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં 10 થી 12 લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. ઘાયલ લોકોમાંથી 3 ગંભીર છે.

અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસ અને 108 એમ્બુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને લાકડીયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, મોરબીના હળવદના ખાખરેચી ગામના કોળી સમાજનો પરીવાર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને જઇ રહ્યો હતો અને તેમને અકસ્માત નડ્યો. એક જ પરિવારના ત્રણ લોકોના મોતને પગલે શોક છવાયો છે.

માતાના મઢના દર્શનાર્થે જઈ રહેલા યાત્રિકોના ટ્રેક્ટરને માંતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રકે ટક્કર મારી અને આ ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા 15થી વધુ યાત્રાળુઓ ફૂટબોલની માફક ફંગોળાયા અને નીચે પટકાયા. સામખીયાળી-મોરબી હાઈવે પર આવેલા નવા અને જૂના કટારિયા પાટીયા વચ્ચેના રસ્તા પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

Shah Jina