30 લોકો ટ્રેકટરમાં બેસીને કરવા જઈ રહ્યા હતા આ સારું કામ અને ટ્રેકટર ટ્રોલી પલટી ખાઈ જતા આટલા લોકો મોતને ભેટ્યા

કોરોના વાયરસની બીજી લહેર શાંત થયા બાદ હવે રોડ રસ્તાઓ ધમધમી ઉઠ્યા છે. ઘણા લોકો હવે ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યારે વિવિધ કાર્યક્રમની ઉજવણીઓ પણ શરૂ થઇ ગઈ છે. ત્યારે હાલ આવા જ એક કાર્યક્રમની ઉજવણીમાં જઈ રહેલા લોકોનું ટ્રેકટર તળાવમાં ખાબકી જવાના કારણે 4 લોકોના મોત નિપજ્યા અને 13થી વધારે લોકો ઘાયલ થઇ ગયા હતા.

આ ઘટના બની છે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં. જ્યાં સોમવારના રોજ કટેકલ્યાણ બ્લોકના રહેવાસી લોકો આદિવાસી દિવસની ઉજવણીમાં જઈ રહ્યા હતા ત્યારે જ તેલમ-ટેટમની વચ્ચે ગામના 30 લોકોથી ભરેલું ટ્રેકટર અને ટ્રોલી પલટી જવાના કારણે 4 લોકોનું મોત થયું અને 13થી વધારે લોકો ઘાયલ થઇ ગયા.

ઘાયલોને જવાનોની મદદથી કટેકલ્યાણ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ આસપાસના લોકોએ DRGના જવાનોને જાણકારી આપી. ઘાયલોને જવાનોએ રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા. મૃતકોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. ઘટના સ્થળે જવાનો હાજર રહ્યા અને રેક્સ્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું.

આસપાસના લોકોના જણાવ્યા પ્રમાણે રોડના એક કિનારા ઉપર ખાડો હતો. તોબીજી તરફ નાનું તળાવ હતું. જેના કારણે ટ્રેકટર ડ્રાઈવર કંટ્રોલ ના કરી શક્યો અને અનિયંત્રિત થઈને નાના તળાવની અંદર ટ્રેકટર અને ટ્રોલી સાથે પડી ગયો.

Niraj Patel