કીચડમાં ફસાઈ ગયું ટ્રેકટર, પછી આ વ્યક્તિએ વાપર્યો દેશી જુગાડ, ધક્કો માર્યા વગર જ આવી ગયું બહાર, જુઓ વીડિયો

આપણે દેશની અંદર દરેક સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ મળી જ રહે છે, ઘણા લોકોને આપણે જોયા છે જે કોઈપણ પ્રોબ્લેમ આવે ત્યારે કોઈને કોઈ જુગાડ શોધી જ લેતા હોય છે, ઘણા લોકો એવા પણ હોય છે જે બીજાની મુસીબતમાં પણ કોઈ જુગાડ બતાવી અને તેમને તકલીફમાંથી બહાર કાઢે છે. આવા અનુભવ આપણને રસ્તામાં જતા ઘણા થયા હશે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિનો જુગાડ જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.આ વ્યક્તિ કીચડમાં ફસાઈ ગયેલા ટ્રેકટરને બહાર કાઢવા માટે અનોખો જુગાડ વાપરે છે. આપણે મોટા ભાગે જોયું છે કે જયારે કોઈ વાહન કીચડમાં ફસાઈ જાય અને તેમાં પણ કોઈ મોટું વાહન ફસાય ત્યારે કેવી તકલીફ થાય છે. પરંતુ આ વ્યક્તિએ એવો જુગાડ કર્યો કે તેના જુગાડના સૌ કોઈ કાયલ થઇ ગયા.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ટ્રેકટરનું ટાયર કીચડમાં ફસાઈ ગયું છે. જે કીચડમાં ટ્રેકટર ફસાયું છે ત્યાં ખાડો પણ ખુબ જ ઊંડો છે. ત્યારબાદ ટ્રેકટર પાસે ઉભા રહેલા એક વ્યક્તિએ ગજબનો જુગાડ કર્યો અને આ જુગાડના માધ્યમથી જ તેને ટ્રેકટરને ખુબ જ આસાનીથી બહાર કાઢી નાખ્યું.

 

View this post on Instagram

 

A post shared by JUGAAD (@jugaadu_life_hacks)


આ વ્યક્તિએ લાકડાનો મજબૂત ડંડો લીધો અને ટ્રેકટરના ટ્રેલરને હાઇડ્રોલિકથી ઊંચું કરી અને પાછળના ટાયરથી થોડી આગળની બાજુ લગાવી દીધો. ડંડો લાગી ગયા બાદ હાઇડ્રોલિક નીચું કરવાનું કહ્યું અને પછી ટ્રેકટરને આગળ લઇ જવાનું કહ્યું. આ રીતે ધક્કો માર્યા વગર જ ટ્રેકટર કીચડમાંથી બહાર આવી ગયું. સોશિયલ મીડિયામાં આ જુગાડ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel