બોલિવુડ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ (The Kerala Story) જ્યાં એક બાજુ બોક્સ ઓફિસ પર ધુંઆધાર કમાણી કરી રહી છે, ત્યાં બીજી બાજુ આના પર તાબડતોડ વિવાદ પણ થઇ રહ્યો છે. કેટલાક આના સપોર્ટમાં છે તો કેટલાક ખૂબ વિરોધ કરી રહ્યા છે. હવે મલયાલી એક્ટર ટોવિનો થોમસે પણ ધ કેરલ સ્ટોરી પર રિએક્ટ કર્યુ છે. તેણે આ ફિલ્મ પર નારાજગી જાહેર કરતા કહ્યુ કે, માત્ર 3 છોકરીઓની કહાની 35 મિલિયન લોકોને બયાં નથી કરતી.
આને આવા લોકોની કહાની બતાવી ખોટુ છે. મિન્નલ મુરલી ફેમ એક્ટર ટોવિનો થોમસ (Tovino Thomas) આ દિવસોમાં પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘2018’ને લઇને વ્યસ્ત છે. હાલમાં જ તે પ્રમોશન માટે મુંબઇ પહોંચ્યો હતો અને આ દરમિયાન તેણે કહ્યુ કે, મેં હજુ સુધી ધ કેરલ સ્ટોરી નથી જોઇ. પણ હું આ ફિલ્મની ભ્રામક જાણકારી બતાવવાને કારણે ચિંતામાં છું. મેં પહેલા ટ્રેલર જોયુ હતુ, જેના નંબર્સ બાદમાં મેકર્સે બદલી દીધા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં ટોવિનો થોમસે ધ કેરલ સ્ટોરી પર રિએક્ટ કરતા કહ્યુ કે- મેં હજુ સુધી આ ફિલ્મ નથી જોઇ અને ના તો મેં કોઇ એવા વ્યક્તિ સાથે વાત કરી છે જેણે આ ફિલ્મ જોઇ હોય. શરૂઆતમાં આ ફિલ્મને 32000 છોકરીઓના આંકડા સાથે પેશ કરવામાં આવી હતી. તે બાદ આ નંબરને હટાવી દેવામાં આવ્યા હતા. પછી મેકર્સે કહ્યુ કે- આ કહાની માત્ર 3 છોકરીઓની છે. હું જેટલું જાણુ છુ, કેરળમાં 35 મિલિયન લોકો રહે છે, આ ત્રણ ઘટનાઓથી પૂરા રાજ્યને જેનરલાઇઝ કરવું ઠીક નથી.
હું કેરલમાં થયેલી ઘટનાઓથી ઇનકાર નથી કરી રહ્યો. હાં, આવું થયુ હશે. હું પર્સનલી આ ઘટનાઓ વિશે તો નથી જાણતો, પણ મેં ખબરોમાં જરૂર વાંચ્યુ છે. ટોવિનોએ પોતાની વાત રાખતા આગળ કહ્યુ કે, આજકાલ આપણે જે પણ કંઇ જોઇએ છે, એ ફેક્ટ્સ નહિ પણ ઓપિનિયન હોય છે. આપણે 5 અલગ અલગ ન્યુઝ ચેનલ પર એક જ ન્યુઝને ડિફરન્ટ રીતે જોઇએ અને વાંચીએ છીએ. તો મને ખબર હોય છે કે શું ખોટુ છે અને શું સાચુ છે, પણ મેં આ બધા ઓપિનિયન્સ સાંભળ્યા છે.
એટલા માટે હું ફેક્ટ્સથી ઇન્કાર નથી કરી રહ્યો પણ 35 મિલિયન જનતાને માત્ર 3 ઘટનાઓ દ્વારા જેનરલાઇઝ ન કરી શકાય. જો તમે આ ભ્રામક જાણકારી આપી રહ્યા છો તો આ ખોટુ છે. જણાવી દઇએ કે, ધ કેરલ સ્ટોરીમાં અદા શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મને વિપુલ અમૃતલાલ શાહે પ્રોડ્યુસ કરી છે અને સુદીપ્તો સેને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આમ તો જનતાનો આ ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.