ખબર

પીઝા ખાઈને બોક્સ ફેંકી દીધા હાઇવે પર, 80 કિલોમીટર આવીને પણ ઉઠાવવું પડયું બોક્સ

જાણો એવું તો શું થયું કે 80 કિલોમીટર પાછું એવું પડ્યું

આપણે જોઈએ છીએ કે, ઘણીવાર લોકો ચાલતી કારે રસ્તા પર કચરો ફેંકી દે છે. તમારા અને આપણામાંથી ઘણા લોકોએ આવું કર્યું હોય છે. પરંતુ આવું કરવાની ભારે પડી શકે છે. જરા વિચારો રસ્તા પર કચરો ફેંકીને 80 કિલોમીટર આગળ નીકળીને કચરો ઉપાડવા માટે પાછું આવવું પડે. કર્ણાટકમાં 2 યુવકો સાથે આવું થયું હતું. આ યુવકોને તેની બેપરવાહી ભારે પડી ગઈ હતી.

Image source

કર્ણાટકનું પ્રખ્યાત પર્યટન સ્થળ કુર્ગ છે. કોડાગુ જિલ્લામાં એક સ્થળ છે મદીકેરી. કાવેરી નદીનું આ ઉદ્દગમ સ્થળ હોવાનું માનવામાં આવે છે. પશ્ચિમી ઘાટ તેના સુંદર પર્વતો અને ધોધ માટે પ્રખ્યાત છે. સ્વચ્છતા માટે પણ જાણીતું છે. તાજેતરમાં બે યુવકો અહીં કારમાં ફરવા આવ્યા હતા. હાઇવે પરથી પસાર થતાં પીઝા ખરીદ્યાં હતા. પિઝા ખાધા બાદ તેના બોક્સ કારમાંથી રસ્તા પર ફેંકી દઈ મૈસુર તરફ આગળ વધી ગયા હતા.

ત્યારબાદ તે જ હાઇવે પરથી કોડાગુ ટુરિઝમ એસોસિએશનના જનરલ સેક્રેટરી મડિતીરા થિમ્મૈયા નીકળ્યા હતા. થૈમૈયા અને કડગડાલુ ગ્રામ પંચાયતના સભ્યોએ મળીને થોડા દિવસો પહેલા સ્થળની સફાઇ કરી હતી જેથી કુદરતી સૌંદર્ય અકબંધ રહે. થિમ્મૈયાએ પીઝા બોક્સને રસ્તાની બાજુમાં પડેલા જોયા હતા. તે કારમાંથી નીચે ઉતરીને બોક્સ ખોલીને જોયું તો તેમાં એક બિલ મળ્યું. પીઝા ખરીદનારા યુવકનો ફોન નંબર તે બિલ પર હતો.

Image source

ઇન્ડિયા ટુડેના નોલાન પિન્ટોના અહેવાલ મુજબ, થિમ્મૈયાએ બિલમાં લખેલા નંબર પર ફોન કર્યો. તેણે યુવકને પાછા આવીને હાઈવે પર ફેલાયેલા આ કચરાને સાફ કરવા જણાવ્યું. યુવાનોએ કહ્યું કે તેઓ કુર્ગથી ઘણા આગળ વધી ગયા છે. ત્યાંથી આ જગ્યા પર પહોંચતા દોઢ કલાકનો સમય લાગે એમ છે તો ત્યાં પાછું આવવું મુશ્કેલ છે.

જ્યારે તે યુવક પાછો ફરવા તૈયાર ન હતો, ત્યારે થિમ્મૈયાએ બે કામ કર્યા. એક રસ્તા પર મળેલા કચરાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દીધો. બીજું, પોલીસની મદદ લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. યુવાનને ઘણા કોલ આવવા લાગ્યા. આ સ્થિતિમાં તેને 80 કિલોમીટર પાછા આવવું પડ્યું હતું. હાઈવે પર પડેલો કચરો ઉપાડવો પડ્યો હતો.

સોશિયલ મીડિયામાં આ મામલો સામે આવ્યા બાદ લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો હતો. તો બીજી તરફ યુઝર્સે આ સેક્રેટરીની તારીફ કરી હતી. આ ઘટના ફક્ત દિલચસ્પ નથી પરંતુ સબક પણ શીખવાડે છે કે જે લોકો રસ્તા પરથી કચરો ફેંકી દે છે. સફાઈ રાખવી અને કચરો કચરાપેટીમાં નાખવો તે આપનો ધર્મ છે. જેનું પાલન બધાએ કરવું જોઈએ.