ઉડન ખટોલામાં સવાર હતા 11 પ્રવાસીઓ ત્યારે જ રસ્તામાં થઇ ગયું બંધ, સેંકડો ફૂટની ઊંચાઈ ઉપર અટવાયા, જુઓ LIVE વીડિયોમાં

રોપ-વેમાં બેઠેલા 11 યાત્રિકોના જીવ હવામાં જ અટવાયા, રેસ્ક્યુ દ્વારા 3 યાત્રિકોનો થયો બચાવ, હજુ પણ 8 લોકો બચવા માટે કરી રહ્યા છે ઈશ્વરને પ્રાર્થના, જુઓ વીડિયો

ઊંચા ઊંચા પર્વતો ઉપર જ્યાં દેવસ્થાનો આવેલા છે ત્યાં પહોંચવા માટે ઉડન ખટોલાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ખુબ જ સરળતાથી યાત્રાળુઓ દેવ દર્શન કરવા માટે જઈ શકે છે. પરંતુ ઘણીવાર રોપ-વેમાં દુર્ઘટનાઓ થવાની ખબર પણ સામે આવતી હોય છે અને ઘણા લોકોના જીવ પણ હવામાં અટવાતા હોય છે. જેના ઘણા વીડિયો પણ સામે આવતા હોય છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાંથી સામે આવી છે. અહીંયા ટ્રીમ્બર ટ્રેલ રોપવે પર કેબર કારમાં આઠ લોકો ફસાયા હતા. આ કેબલ કાર હવામાં અટવાઈ ગઈ હતી અને તેના કારણે જ લોકોના જીવ હવામાં જ અટવાયા હતા. આ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

જમીનથી 150 ફૂટની ઊંચાઈએ ઉડાન ખટોલામાં ફસાઈ જવાના કારણે મુસાફરોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. રોપ-વેની ટ્રોલીમાં કુલ 11 લોકો ફસાઈ ગયા હતા. જો કે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ રેસ્ક્યુ ટીમ દ્વારા ત્રણ લોકોને ટ્રોલીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

સોલન સ્થિત પરવાનુ ટિમ્બર ટ્રેલ કેબલ-કારમાં ટેકનિકલ ખામીને કારણે કુલ 11 પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. સોલન જિલ્લાના એસપીએ જણાવ્યું કે તેમને બચાવવા માટે બીજી કેબલ કાર ટ્રોલી મોકલવામાં આવી છે. અત્યાર સુધી ત્રણ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે બીજી કેબલ કાર ટ્રોલી મોકલવામાં આવી છે. જિલ્લા સોલન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

Niraj Patel