
કહેવામાં આવે છે કે, ના જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું. ક્યારે માણસનું મોત થઇ જાય તેની ખબર નથી પડતી. ગુજરાતથી મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયેલા એક શખ્સ સાથે એવી ઘટના ઘટી કે, લોકોને વિશ્વાસ જ નહીં આવતો.
સુરતના 6 મિત્રો તેના પરિવાર સાથે રાજસ્થાનના માઉંટ આબૂ ફરવા ગયા હતા. આ મિત્રો પરિવાર આખો દિવસ આબુમાં ફર્યા બાદ સાંજે હોટેલ પહોંચ્યા હતા. હોટેલમાં રાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં જગદીશભાઈ નામ શખ્સને ગરબા રમતા અચાનક જ હાર્ટએટેક આવતા તેમનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ સમગ્ર ઘટના કેમરામાં કેદ થઇ હતી.
જગદીશભાઈના મિત્રએ જણાવ્યું હતું કે, બધા લોકો ગરબા રમી રહ્યા હતા. ત્યારે જગદીશ અચાનક જ ઢળી પડતા મોઢામાંથી લોહી નીકળતું હતું. આ બાદ અમે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલાની તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના શબનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવીા હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.