હિન્દૂ ધર્મમાં પગે લાગવાને આસ્થા અને સંસ્કારની શ્રેણીમાં ગણવામાં આવે છે.જ્યાં નાની ઉંમરના લોકો પોતાનાથી મોટી ઉંમરના લોકોને પગે લાગે છે.જો કે એક સમ્માનના સ્વરૂપે પણ વડીલોને પગે લાગવામાં આવે છે.સદીઓથી ચાલતી આવતી આ પરંપરા જો કે આજના મોર્ડન અને ટેક્નોલોજીના સમયમાં ક્યાંક ખોવાઈ ગઈ છે.પણ તમને જણાવી દઈએ કે પગે લાગવાના અનેક ફાયદાઓ છે જે બંન્ને વ્યક્તિઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

જો કે પહેલાના સમયની વાત કરીયે તો લોકો સવારે ઉઠવાની સાથે જ પોતાના માતા-પિતાને પગે લાગીને આશીર્વાદ મેળવતા હોય છે જ્યારે આજના સમયમાં માત્ર કોઈ ખાસ અવસર કે તહેવાર પર જ વડીલોને પગે લાગવામાં આવતું હોય છે. જણાવી દઈએ કે માત્ર સાંસ્કૃતિક સ્વરૂપે જ નહિ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ પગે લાગવાના અનેક ફાયદાઓ છે. રિસર્ચમાં પણ વૈજ્ઞાનાયકો દ્વારા એ વાત સામે આવી છે કે શારીરિક દ્રષ્ટિની સાથે સાથે માનસિક રૂપે પણ પગે લાગવાની પરંપરા ફાયદો આપે છે.

પગે લાગવા પર વડીલોનો હાથ માથે ફરે છે જે એક શુકુન અને સકારાત્મકતાનો અનુભવ કરાવે છે. જો કે પગે લાગવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે જે વ્યક્તિના શારીરિક,માનસિક અને વૈચારિક વિકાસ સાથે જોડાયેલું હોય છે.વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રક્રિયાથી બે અલગ-અલગ વ્યક્તિઓના હાથ અને પગ એકબીજાની સાથે સ્પર્શ થાય છે તો એક સર્કિટ બને છે.એવામાં સર્કિટ માધ્યમથી બંનેના શરીરમાં કોસ્મિક એનર્જીનું આદાન-પ્રદાન ખુબ ઝડપી બની જાય છે. જેમાં પોઝિટિવ એનર્જીનો સમાવેશ હોય છે.

માત્ર સાંસ્કૃતિક જ નહીં પણ ધાર્મિક અને વૈજ્ઞાનિક સ્વરૂપે પણ પગે લાગવાના અનેક ફાયદાઓ છે જે આજે અમે તમને જણાવીશું.વૈજ્ઞાનિકોના અનુસાર વડીલ સામેવાળી વ્યક્તિના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપતા હોય છે જયારે પગે લાગનારો વ્યક્તિ તેના પગની આંગળીઓને સ્પર્શ કરતા હોય છે જેનાથી વ્યક્તિના માથાની નસોમાં તથા પગની નસોમાં અમુક ખાસ પ્રકારની ઉર્જાનું સંક્ર્મણ થાય છે.જેને લીધે જે તે વ્યક્તિના મનમાં માંન-સમ્માન અને સકારાત્મકતાની લાગણી ઉદ્દભવે છે.

વૈજ્ઞાનિકોના અનુસાર વ્યક્તિના શરીરની ચારે તરફ એક આભામંડળ એટલે કે aura હોય છે.એવામાં વિચારો અને વ્યવહાર બદલવાની સાથે સાથે શરીરનું આભામંડળ પણ બદલાઈ છે.જ્યારે કોઈ પગે લાગે છે ત્યારે તે તેના પ્રતિ સંપર્પણ અને વિનીત ભાવને દર્શાવે છે.કોઈને પગે લાગવાથી તરત જ મનોવૈજ્ઞાનિક અસર પડે છે જે આપણને પ્રેમ,આશીર્વાદ અને સંવેદનાનો આભાસ કરાવે છે.આમ પગે લાગવાથી બંને વ્યક્તિના શરીરની અંદર સકારાત્મક ઉર્જા ઉદ્દભવે છે અને બંને વચ્ચે સકારાત્મક વિચારો આવે છે.જેને લીધે કોઈપણ પ્રકારના ખરાબ વિચારો કે નકારાત્મકતાથી મુક્તિ મળે છે અને મન શાંતિની લાગણી અનુભવે છે.

પગે લાગવાના અનેક તરીકાઓ હોય છે.સૌથી ખાસ વાત એ પણ છે કે પગે લાગવાથી શારીરિક કસરત પણ થાય છે. નીચે ઝૂકીને પગે લાગવાથી કમર અને પીઠના મણકાને આરામ મળે છે.ઘૂંટણ પર બેસીને પગે લાગવાથી શરીરના સાંધાઓ પર દબાણ થાય છે જે સાંધાના દુ:ખાવાને દૂર કરે છે.જયારે સાષ્ટાંગ પ્રણામ એટલે કે જમીન પર ઊંધા સૂઈને પગે લાગવાથી અહંકાર તો દૂર થાય જ છે અને સાથે સાથે આંખોને પણ આરામ મળે છે.આ સિવાય માથામાં લોહીનું પરિભ્રમણ પણ ખુબ સારી રીતે થાય છે.

આ સિવાય શાસ્ત્રોની દ્રષ્ટિએ પણ પગે લાગવનાની પરંપરાને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.મોટા વડીલો કે માતા-પિતાના આશીર્વાદ આપણા સૌભાગ્યને સારું અને સુખમય બનાવવા માટે મદદ કરે છે. પગે લાગવાથી આયુષ્ય,વિદ્યા,યશ, બળ વગેરેમાં વધારો થાય છે.પગે લાગવાથી વડીલો દ્વારા મળતો આશીર્વાદ ખુબ ફળદાઈ સાબિત થાય છે જેને લીધે જ વડીલો કે માતા-પિતા પોતાના બાળકોને આશીર્વાદ આપતા હોય છે.માટે જ કહેવામાં આવતું રહ્યું છે કે એક આશીર્વાદ સફળ થાવાના અનેક રસ્તાઓ ખોલી નાખે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks