મનોરંજન મૂવી રીવ્યુ

ટોટલ ધમાલ ફિલ્મ જોવા જેવી છે કે નહિ? વાંચો ફિલ્મ રીવ્યુ નહિ તો પછતાશો

અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, જાવેદ જાફરી સ્ટારર ફિલ્મ ટોટલ ધમાલ વિશ્વભરના સિનેમાઘરોમાં રજુ થઇ ચુકી છે. આ ફિલ્મને પહેલા જ દિવસે શાનદાર ઓપનિંગ મળી છે. જો તમે પરિવાર સાથે વિકેન્ડ પર ટાઈમ પાસ કરવા માટે ફિલ્મ જોવાનો વિચાર કરી રહયા હોવ તો આ ફિલ્મ તમારા માટે છે.

આ ફિલ્મથી લગભગ 17 વર્ષ પછી સ્ક્રીન પર ધક-ધક ગર્લ મધરી દીક્ષિત સાથે અનિલ કપૂર જોવા મળે છે. સ્ક્રીપટની ડિમાન્ડ મજબ ફિલ્મનું શૂટિંગ ડિરેક્ટર ઇન્દ્ર કુમારે વિદેશોની સાચી લોકેશન પર કર્યું છે.

આ ફિલ્મની વાર્તા પણ પહેલાના ધમાલના જ કોન્સેપટ પર છે, જ્યા એક વ્યક્તિ મરતા-મરતા ખુલાસો કરે છે જે જનકપુરના ઝૂમાં તેને 50 કરોડ છુપાવીને રાખ્યા છે. અને પછી ફિલ્મમાં શરુ થાય છે ટોટલ ધમાલ…

ફિલ્મમાં અજય દેવગણનું પાત્ર ધમાલના સંજય દત્તની યાદ અપાવે છે. અનિલ કપૂર માધુરી દીક્ષિતની જોડી સ્ક્રીન પર આવતા જ હસાવી મુકશે, ત્યારે રિતેશ દેશમુખ, સંજય મિશ્રા, જાવેદ જાફરી, અરશદ વારસીએ પોતાના પાત્રને ઠીકઠાક નિભાવ્યા છે. ફિલ્મના પાત્રો ખૂબ જ રસપ્રદ દર્શાવવામાં આવ્યા છે.

સોનાક્ષી સિંહાને લઈને શૂટ કરેલું પૈસા યે પૈસા ગીત આ ફિલ્મની ખાસિયત બની ગયું છે. આ ફિલ્મ વધુ મગજ ન લાગવીને જોવો તો જ સારું છે. ક્યાંક ક્યાંક સીન ખૂબ જ લાંબા ખેંચેલા છે, જે વચ્ચે-વચ્ચે કંટાળો આપે છે. પરંતુ ફિલ્મ અંતે તો મનોરંજક જ છે.

2 કલાકની આ ફિલ્મ તમને સ્વચ્છ-સાફ પૈસા વસૂલ કોમેડી પીરસે છે, જેમાં કોઈ પણ ડબલ મીનિંગ ડાયલોગ નથી. જેથી આ ફિલ્મ પરિવાર સાથે પણ જોવા જઈ શકાશે.

જુઓ ટ્રેલર:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks