BREAKING: કેનેડાના ટોરંટોમાં ખુલ્લેઆમ ફાયરિંગ, આટલા લોકોના દુઃખદ મોત

વિદેશમાંથી ઘણીવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં કેટલાક લોકોના મોત નિપજે છે, જ્યારે કેટલાક લોકો ગંભીર ઘાયલ થતા હોય છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને કેનેડામાંથી આવી ઘણી ફાયરિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હાલ કેનેડાની રાજધાની ટોરંટોમાં ગોળીબારી થઇ છે. ટોરંટો ઉપનગરની એક બિલ્ડિંગમાં થયેલ ગોળીબારીમાં આરોપી યુવકે પાંચ લોકોની ગોળી મારી હત્યા કરી હતી. આરોપીએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યુ જેમાં 5 લોકોના મોત થયા.

ત્યાં પોલિસે ઘટનાસ્થળે પહોંચી શંકાસ્પદ શૂટરને ગોળી મારી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે ખતરાની બહાર છે. હાલમાં તે વિસ્તારના તમામને ઘરની અંદર રહેવાની સલાહ અપાઇ છે. ગોળીબાર અને અથડામણ બાદ બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી અને એક પોલીસ અધિકારીએ કહ્યુ કે, ઈમારતના એકથી વધુ યુનિટને અસર થઈ છે.

પોલીસ વડાનું કહેવું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને હવે વિસ્તારના લોકોને કોઈ ખતરો નથી. શૂટિંગ પછીનું દ્રશ્ય ભયાનક હતું. હાલમાં એવી કોઈ માહિતી નથી કે જેણે ગોળીબાર કર્યો તે એ જ બિલ્ડિંગ કે વિસ્તારનો હતો. યોર્ક રિજનલ પોલીસ ચીફે જણાવ્યું કે અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે. આ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને ઠાર માર્યો હતો.

યોર્ક પ્રાદેશિક પોલીસ વડાએ જણાવ્યું હતું કે હુમલાખોર એ જ બિલ્ડિંગનો રહેવાસી હતો કે બહારથી આવ્યો હતો તે જાણી શકાયું નથી. જોકે પોલીસ ફાયરિંગની સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. ગોળીબાર બાદ સિટીના મેયરનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું- હું ઘટનાસ્થળે પહોંચેલા બહાદુર પોલીસ અધિકારીઓના કામની પ્રશંસા કરું છું, જેઓ પરિસ્થિતિને સુરક્ષિત રાખવા માટે કામ કરી રહ્યા છે. હું ફાયરિંગમાં માર્યા ગયેલા પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

Shah Jina