દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

ટોપર તનુની આંખ ભરાઈ ગઈ ભાવુક્તાથી, પરિણામ જાહેર થયું એ સમયે ખેતરમાં ઘઉં કપાવી રહી હતી, પ્રેરણાત્મક સ્ટોરી

UP બોર્ડ ૧૨માંનું પરિણામ 27 એપ્રિલના બપોરે જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે 12માંની પરીક્ષામાં બાગપતની ફતેહપુર પુઠ્ઠી ગામની તનુ તોમરે ટોપ કર્યું છે. તનુને આ વાતની જાણ થતા તે ભાવુક થઇ ગઈ. તનુના પરિણામથી તેના પરિવારજન ખુબ જ ખુશ હતા. તેનું માનવું છે કે જો સરકાર છોકરીઓની સુરક્ષા કરે છે તો તે આકાશમાંથી તારા પણ તોડીને લાવી શકે. જણાવીએ રિજલ્ટ આવાથી પહેલા તનુ પોતાના ખેતરમાં ઘઉંની કપાવી રહી હતી. પરિણામ આવ્યા પછી તેને આ ખુશખબરી પિતાને જણાવી.

Image Source

આ વિદ્યાર્થિનીએ ટોપ કર્યું આ વાતની જાણ થતા પરિવારજનની સાથે આખું ગામ અને શાળાના શિક્ષકોમાં પણ ખુશીની એક લહેર જોવા મળી હતી. ગામના બધા જ લોકોએ  તનુ તોમરને શુભેચ્છાઓ આપી અને કહ્યું કે દીકરી હોય તો તનુ જેવી જેને આખા ગામનું નામ રોશન કર્યું છે.

Image Source

તનુનું માનવું છે કે સફળતા મેળવવા માટે ધ્યેય નક્કી કરવો અને તે ધ્યેયને મેળવવા માટે છેલ્લી ઘડી સુધી મહેનત કરવી પડે. તનુ સફળતાનો મૂળ મંત્ર સંકલ્પ અને મહેનતને માનતી હતી. તનુના જણાવ્યા પ્રમાણે કેટલીક વાર ગામમાં લાઈટ જતી રહેતી જેથી ઇન્ટરનેટ પણ બંધ થઇ જતું. તેથી તે લેમ્પની લાઇટમાં ભણતી હતી. જેથી તેની ભણતરમાં કોઈ રુકાવટ ન આવતી.

Image Source

તનુનું લક્ષ્ય ડોક્ટર બનવાનું છે. તેનું માનવું છે કે ડોક્ટર જ એવી વ્યક્તિ છે જે સમાજની સેવા કરે છે.