આ છે ભારતની ટોચની 5 ધનવાન મહિલાઓ, સંપત્તિ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

પૈસાના મામલે આ મહિલાઓ આગળ ભલભલા ઉદ્યોગપતિઓ ટૂંકા પડે

Nykaa ના IPO ની જબરદસ્ત સફળતાએ તેની સ્થાપક ફાલ્ગુની નાયરને શ્રીમંત બનાવ્યા છે અને દેશની સૌથી ધનાઢ્ય મહિલાઓની રેન્કિંગમાં મોટો ઉલટફેર કર્યો છે. ફાલ્ગુનીને દેશની સૌથી અમીર સેલ્ફ મેડ વુમન માનવામાં આવે છે. આ સાથે જ તે ઓવરઓલ મહિલાઓમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. અગાઉ તેણી આ રેન્કમાં ખૂબ જ નીચેના સ્થાને હતી. ચાલો જાણીએ કે આ બદલાવ પછી હવે દેશની ટોપ 5 સૌથી અમીર મહિલાઓ કોણ છે?

5. સ્મિતા કે. ગોદરેજઃ ગોદરેજ પરિવારની સ્મિતા કૃષ્ણા ગોદરેજ ભારતની પાંચમી સૌથી ધનિક મહિલા છે. ફોર્બ્સ અનુસાર, તેમની પાસે લગભગ 2.8 અરબ ડોલર (લગભગ રૂ. 20,815 કરોડ)ની સંપત્તિ છે. 71 વર્ષીય સ્મિતાની ગોદરેજ પરિવારની સંપત્તિમાં 20 ટકા હિસ્સો છે. તેમના પતિ વિજય કૃષ્ણ જાણીતા થિયેટર એક્ટર છે. તેમના ભાઈ જમશીદ ગ્રુપ કંપની ગોદરેજ એન્ડ બોયસના વડા છે.

4. કિરણ મઝુમદાર શૉ: 53 વર્ષીય કિરણ મઝુમદાર શૉ બાયોકોનના સ્થાપક છે. ભારતની ચોથી સૌથી ધનિક મહિલાઓમાની એક છે. ફોર્બ્સ રિયલ ટાઈમ ઈન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 3.6 અરબ ડોલર(આશરે રૂ. 26,762 કરોડ) છે. ફાલ્ગુની નાયર પહેલા, કિરણ મઝુદર શૉને ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા માનવામાં આવતી હતી. તેમણે વર્ષ 1978માં બાયોકોનની સ્થાપના કરી હતી, જે બિઝનેસની દ્રષ્ટિએ સૌથી મોટી લિસ્ટેડ બાયોફાર્મા કંપની માનવામાં આવે છે. કંપનીએ 3 અબજથી વધુ ઇન્સ્યુલિન ડોઝનું વેચાણ કર્યું છે અને મલેશિયામાં એશિયાની સૌથી મોટી ઇન્સ્યુલિન ફેક્ટરી ધરાવે છે.

3. લીના તિવારી: ફોર્બ્સ અનુસાર, યુએસવી પ્રાઈવેટ લિમિટેડની લીના તિવારીની કુલ સંપત્તિ 4.3 અરબ ડોલર(લગભગ રૂ. 31,966 કરોડ) છે. તે ભારતની ત્રીજી સૌથી અમીર મહિલા છે. લીના તિવારી ફાર્મા કંપની યુએસવીના વડા છે જેની સ્થાપના તેમના પિતા વિઠ્ઠલ ગાંધીએ 1961માં કરી હતી. યુએસવી ડાયાબિટીક અને કાર્ડિયોવેસ્ક્યુલર દવાઓનું ઉત્પાદન કરે છે. તેમના પતિ પ્રશાંત, જેઓ IIT ગ્રેજ્યુએટ છે, લગભગ 51.1 કરોડ ડોલર (લગભગ રૂ. 3,798 કરોડ)ના વાર્ષિક ટર્નઓવર સાથે કંપની ચલાવવામાં સહયોગી પણ છે.

2. ફાલ્ગુની નાયર: ભલે ફાલ્ગુની નાયર સંપત્તિના મામલામાં ભારતની બીજા નંબરની સૌથી ધનિક મહિલા છે. પરંતુ તેને પોતાના દમ પર સૌથી અમીર મહિલા માનવામાં આવી રહી છે. તેનું કારણ એ છે કે પ્રથમ ક્રમે રહેલી સાવિત્રી જિંદાલને જિંદાલ ગ્રુપની મિલકત વારસામાં મળી છે. બ્યુટી પ્રોડક્ટ્સ ઈ-કોમર્સ કંપની FSN ઈ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ (Nykaa) ના IPO હેઠળ, તેના શેરનું જબરદસ્ત લિસ્ટિંગ થયું છે. આ કારણે કંપનીના પ્રમોટર ફાલ્ગુની નાયરની સંપત્તિમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ફોર્બ્સ રિયલ ટાઈમ ઈન્ડેક્સ અનુસાર, ફાલ્ગુનીની સંપત્તિ 6.7 અરબ ડોલર (લગભગ 49,808 કરોડ રૂપિયા) છે.

1. સાવિત્રી જિંદાલ: ફોર્બ્સ અનુસાર, ઓપી જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 17.9 અરબડોલર (આશરે રૂ. 1.33 લાખ કરોડ) છે. તે દેશની સૌથી અમીર મહિલા છે. જિંદાલ ગ્રુપ પાવર, સ્ટીલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા બિઝનેસ સાથે સંકળાયેલું છે. આ જૂથના સ્થાપક સ્વર્ગસ્થ ઓમ પ્રકાશ જિંદાલ સાવિત્રીના પતિ હતા. વર્ષ 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. ત્યારથી જૂથનો વ્યવસાય સાવિત્રીના ચાર પુત્રોમાં વહેંચાયેલો છે. 74 વર્ષની સાવિત્રી ભારતના સમગ્ર અમીરોમાં છઠ્ઠા સ્થાને છે. તે હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચૂકી છે.

YC