અજબગજબ

9 કરોડ કમાતા ગુજરાતીએ કેન્ટીનમાંથી ‘સેન્ડવીચ ચોરી’ કરી પછી જે થયું એ ધ્રુજાવી દેશે…

ખાવાની ચોરી એમ તો સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ જયારે કોઈ ભૂખ્યો, લાચાર, ગરીબ હોય કે જેની પાસે ખાવા માટે પૈસા ન હોય, એવા લોકોના ખાવાનું ચોરી કરવાની ખબરો આવે તો એ વાત અજીબ નથી લાગતી. જો કે ચોરી કરવી એ ખાતી વાત એ બધા જ જાણે છે, પણ શું તમે કોઈ એવા વ્યક્તિની કલ્પના કરી શકો છો કે જેનો પગાર કરોડોમાં હોય અને તો પણ તે સેન્ડવિચ ચોરી કરીને ખાતો હોય?

Image Source

કદાચ ના, પણ આવો એક કિસ્સો લંડનથી સામે આવ્યો છે. લંડનમાં કામ કરતા એક સિનિયર બોન્ડ ટ્રેડર પર કેન્ટીનમાંથી સેન્ડવીચ ચોરી કરવાનો આરોપ છે. ઓફિસની કેન્ટિનમાંથી સેન્ડવીચની ચોરી કર્યા બાદ કંપની દ્વારા એક ઉચ્ચ સ્તરીય બેન્કરને કાઢી મુકવામાં આવ્યા. 31 વર્ષીય પારસ શાહ વાર્ષિક 9 કરોડની કમાણી કરે છે અને તેમના પર કંપનીની કેન્ટીનમાંથી સેન્ડવીચ ચોરી કરવાનો આરોપ છે. તેમના પર ચોરીના આરોપ લાગ્યા બાદ તેમને યુરોપ, મીડ ઇસ્ટ અને આફ્રિકામાં સિટી ગ્રુપના હેડના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

મળેલી માહિતી મુજબ ચોરીના અલગ અલગ આરોપો બાદ બેંકે તેમને નોકરીમાંથી કાઢી મુક્યા. પૂર્વ લંડનના કેનેરી વોર્ફના બેંક હેડક્વાર્ટરથી તેમને ખાવાનું ચોરી કરવાના તેમાં પર ઘણા આરોપ લાગ્યા છે. જો કે, પારસ કેન્ટીનમાંથી ક્યારે અને કેટલી વાર ખાણું ચોરી ગયો છે તે અંગે હજી ખુલાસો થયો નથી. જો કે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પારસના ભાઈએ ડેઇલી મેઇલને કહ્યું કે પારસને ચીઝ સેન્ડવિચ પસંદ છે, જે તે ઘરે જ બનાવે છે.

નોંધનીય છે કે યુરોપનો સૌથી હાઇપ્રોફાઇલ ક્રેડિટ ટ્રેડર હોવા છતાં, પારસ પર આરોપો લાગ્યા છે. એક રિપોર્ટ મુજબ, સામાન્ય રીતે, યુરોપમાં ક્રેડિટ ટ્રેડરનો પગાર 183,740 પાઉન્ડ (લગભગ 1 કરોડ રૂપિયા) અથવા તેથી વધુ હોય છે, પરંતુ પારસ શાહનો પગાર સિટીબેંકમાં ઉચ્ચ અધિકારી તરીકે નોકરી કરતા હોવાથી આના કરતા ઘણો વધારે હતો.

Image Source

પારસની સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ, તેની પાસે સિક્યોરિટી, ટ્રેડિંગ અને રિસ્ક મેનેજમેન્ટનો અનુભવ છે. પારસે 2010માં યુનિવર્સિટી ઓફ બાથથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેણે એચએસબી બેંકમાં 7 વર્ષ કામ કર્યું અને 2017માં તેણે સિટીબેંકમાં કામ કરવાનું શરૂ કર્યું. પારસ શાહને સિટીબેંકમાં જોડાયાના માત્ર 2 મહિના પછી યુરોપ, મિડલ ઇસ્ટ અને આફ્રિકામાં હાઈ-યીલ્ડ ક્રેડિટ ટ્રેનિંગનો હેડ બનાવવામાં આવ્યો હતો. હાલ તેના પર સેન્ડવીચ ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. અને ચોરીના આરોપ બાદ તેને નોકરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.