જીવનશૈલી મનોરંજન

આ છે ભારતના સૌથી મોંઘા અને ગ્રાન્ડ લગ્ન, 5 કરોડથી લઈને 500 કરોડ સુધી થયો હતો ખર્ચો

લગ્ન દરેકના જીવનનું સૌથી સુંદર સપનું હોય છે. લગ્ન એક એવું પવિત્ર બંધન છે જેમાં બે હૃદયની સાથે સાથે બે આત્માનું પણ મિલન થાય છે. જો કે દરેકના રીત રિવાજ અને ધર્મના આધારે લગ્નની વિધિઓ પણ અલગ અલગ હોય છે. આજે અમે તમને એવી જોડીઓ વિશે જણાવીશું જેઓના લગ્ન ખુબ જ ભવ્ય અને આલીશાન રીતે થયા હતા, અને લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા હતા.

Image Source

1. સુબ્રત રૉયના દીકરાઓના લગ્ન:
આ લિસ્ટમાં આ લગ્ન પહેલા નંબર પર આવે છે. સહારા ઇન્ડિયા ગ્રુપના માલિક સુબ્રત રૉયના બંન્ને દીકરાઓના લગ્ન એક જ મંડમાં થયા હતા, જે ભારતના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવે છે. આ ગ્રાન્ડ લગ્નમાં રૉય પરિવારે 552 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

Image Source

2. મલ્લિકા-સિદ્ધાર્થ રેડ્ડી:
ભારતમાં સૌથી મોંઘા લગ્નની લિસ્ટમાં મલ્લિકા-સિદ્ધાર્થના લગ્ન બીજા નંબર પર આવે છે. બંનેના લગ્ન વર્ષ 2011 માં થયા હતા. મલ્લિકા રેડ્ડી જીવીકે ગ્રુપના માલિક કૃષ્ણ રેડ્ડીની પૌત્રી છે જ્યારે સિદ્ધાર્થ રેડ્ડી ઇંદુ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માલિક ઈન્દ્રી શ્યામ પ્રસાદ રેડ્ડીના દીકરા છે. આ ભવ્ય લગ્નમાં 5000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં થયેલા આ ભવ્ય લગ્નમાં 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

Image Source

3. શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા:
90 ના દશકની સફળ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009 મા ભારતના સૌથી સફળ બિઝનેસ મૈન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. રાજ કુંદ્રા વર્ષ 2004 માં બ્રિટેનના 198 ધનવાન લોકોની લિસ્ટમાં શામિલ હતા. રાજ કુંદ્રા જો કે ભારતીય છે પણ તેનો મોટાભાગનો બિઝનેસ લંડનમાં ચાલે છે. લગ્ન વખતે શિલ્પાએ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. શિલ્પાને પહેરાવેલી માત્ર વીંટી ની જ કીંમત તો 5 કરોડ રૂપિયા હતી, પુરા લગ્નમાં 55 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.