આપણા દેશમાં ઘણા ધનકુબેરો રહે છે અને તેઓ ભવ્ય જીવન જીવે છે. તેમની જીવનશૈલી વિશે તો સૌ કોને જાણ હશે જ પણ તેમની કૂલ સમાપ્તિ કેટલી હશે એ વિશે દરેકને જાણ નહિ હોય. ત્યારે આજે વાત કરીએ દેશના ટોપ 10 સૌથી ધનિક વ્યક્તિ અને તેમની કુલ સંપત્તિ કેટલી છે એ વિશે –

1. મુકેશ અંબાણી –
ભલે આ વર્ષ નબળું રહ્યું હોય પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચીફ 62 વર્ષીય મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $51.4 બિલિયન એટલે કે 4 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

2. ગૌતમ અદાણી –
અમદાવાદમાં ઉછરેલા અદાણી ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $15.7 બિલિયન છે.

3. પાલોનજી મિસ્ત્રી –
શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન અને કન્સ્ટ્રક્શન ટાયકૂન પાલોનજી મિસ્ત્રીની કુલ સંપત્તિ $15 બિલિયન છે.

4. ઉદય કોટક –
કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ઉદય કોટકની કુલ સંપત્તિ $14.8 બિલિયન છે.

5. શિવ નાદર –
HCL ટેક્નોલોજીસના ફાઉન્ડર અને ચેરમેન શિવ નાદરની કુલ સંપત્તિ $14.4 બિલિયન છે.

6. રાધાક્રિશ્નન દામાણી –
એવન્યુ સુપરમાર્ટ્સના માલિક 64 વર્ષીય રાધાક્રિશ્નન દામાણીની કુલ સંપત્તિ $14.3 બિલિયન છે.

7. લક્ષ્મી મિત્તલ –
ArcelorMittal ના માલિક 69 વર્ષીય લક્ષ્મી મિત્તલની કુલ સંપત્તિ $10.5 બિલિયન છે.

8. કુમાર બિરલા
આદિત્ય બિરલા ગ્રુપના માલિક કુમાર બિરલાની કુલ સંપત્તિ $9.6 બિલિયન છે.

9. સાયરસ પૂનાવાલા –
પૂનાવાલા ગ્રુપના ચેરમેન 74 વર્ષીય સાયરસ પૂનાવાલાની કુલ સંપત્તિ $9.1 બિલિયન છે.

10. સુનિલ મિત્તલ –
ભારતી એન્ટરપ્રાઇઝના ફાઉન્ડર અને ચેરમેન સુનિલ મિત્તલની કુલ સંપત્તિ $7.6 બિલિયન છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.