10 લાખથી સસ્તી કિંમતની આ ગાડીએ સ્વિફ્ટ-હ્યુન્ડાઈને મારી ટક્કર, આ ગાડી બની ભારતની ટોપ સેલિંગ કાર, ટોપ 10 લિસ્ટમાં પ્રથમ સ્થાન પર

10 લાખ રુપિયાથી સસ્તી આ કાર સામે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ, વેગનઆર, હ્યુંડાઈની i10 નિયોસ અને i20 તેમજ ટાટાની ટિયાગો પણ સાવ ફેઇલ ગઈ. કઈ છે આ કાર અને તેના ફીચર્સના લોકો કેમ દીવાના બન્યા આવો જાણીએ.

ભારતમાં મોટાભાગના લોકો સામાન્ય રીતે પોતાના પરિવારના અનુસંધાને 5 સીટર હેચબેક કાર ખરીદે છે. તમને રૂ. 5 થી 10 લાખની પ્રાઇસ રેન્જમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હ્યુન્ડાઇ મોટર અને ટોયોટા કિર્લોસ્કર મોટર જેવી કંપનીઓની એન્ટ્રી લેવલ, બજેટ ફ્રેન્ડલી અને પ્રીમિયમ હેચબેક કાર મળી રહે છે, જે લૂક અને ફીચર્સની બાબતે બેસ્ટ હોય છે. સાથે જ તેઓ પરવડે તેવું માઇલેજ આપે છે. હવે તમે વિચારતા હશો કે અત્યારે ભારતમાં ટોપ 10 હેચબેક કાર કઈ-કઈ છે ? આજે અમે તમને આ અંગે વિગતવાર જણાવીશું. જે બાદ તમે નક્કી કરી શકશો કે તમારા બજેટ અનુસાર કઈ કાર ખરીદવી સરળ રહેશે.

1. બલેનો

મારુતિ સુઝુકીની પ્રીમિયમ હેચબેક બલેનોએ નવેમ્બરમાં પુનરાગમન કર્યું અને સૌથી વધુ વેચાતી હેચબેક કાર બની હતી. બલેનોના 16,293 યુનિટ્સ વેચાયા હતા અને તે લગભગ 26 ટકા વાર્ષિક ગ્રોથ છે.

2. સ્વીફ્ટ

નવેમ્બર મહિનાની બીજી સૌથી વધુ વેચાયેલ હેચબેક કાર મારુતિ સુઝુકી સ્વિફ્ટ છે. જેને 14,737 ગ્રાહકોએ ખરીદી હતી.

3. વેગનઆર

ભારતમાં ત્રીજી સૌથી વધુ વેચાતી હેચબેક કાર મારુતિ સુઝુકી વેગનઆર છે. નવેમ્બર મહિનામાં તેના 13,982 યુનિટ વેચાયા હતા.

4. અલ્ટો K10

ભારતમાં ચોથી સૌથી વધુ વેચાતી હેચબેક કાર મારુતિ સુઝુકી અલ્ટો K10 છે. દેશની સૌથી સસ્તી આ કારના નવેમ્બરમાં 7467 યુનિટ્સ વેચાયા હતા.

5. હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios

નવેમ્બરમાં સૌથી વધુ વેચાયેલ હેચબેક કાર્સમાં પાંચમા નંબરે હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios છે. અને આ કારના 20 ટકાના વાર્ષિક વધારા સાથે 5667 યુનિટ્સ વેચાયા હતી.

6. ટાટા ટિયાગો

નવેમ્બર મહિનામાં ટાટા મોટર્સની એન્ટ્રી લેવલ હેચબેક ટિયાગોના પેટ્રોલ, CNG અને EV મોડલના કુલ મળીને 5319 યુનિટ્સ વેચાયા હતા.

7. હ્યુન્ડાઇ i20

ભારતમાં 7મી સૌથી વધુ વેચાયેલ હેચબેક કાર હ્યુન્ડાઇ i20 છે. નવેમ્બર મહિનામાં આ પ્રીમિયમ હેચબેક કારના કુલ 3925 યુનિટ વેચાયા હતા.

8. ટોયોટા ગ્લાન્ઝા

નવેમ્બર મહિનામાં ભારતીય બજારમાં 8મી સૌથી વધુ વેચાયેલ કાર ટોયોટા ગ્લાન્ઝા હતી. અને આ કાર 3806 ગ્રાહકોએ ખરીદી હતી.

9. સેલેરિયો

ભારતના માર્કેટમાં 9મી સૌથી વધુ વેચાયેલી હેચબેક કાર મારુતિ સુઝુકી સેલેરિયો છે. નવેમ્બર મહિનામાં તેના 2379 યુનિટ્સ વેચાયા હતા.

10. એસ-પ્રેસો

ટોપ 10 હેચબેકની યાદીમાં મારુતિ સુઝુકીની એન્ટ્રી લેવલ કાર એસ-પ્રેસો 10માં નંબરે છે. જે 21 ટકાના વાર્ષિક ગ્રોથ સાથે કુલ 2283 યુનિટ્સ વેચાયા હતા.

Twinkle
Exit mobile version