ઘોર કળિયુગ ! રાજકોટમાં ઘરે દૂધ આપવા આવેલા વ્યક્તિને હિસાબ કરવાના બહાને ઘરમાં બોલાવી મહિલાએ કપડાં કાઢી નાખ્યા.. અને પછી કર્યું એવું કે…

મહિલાએ પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવ્યો:દૂધનો હિસાબ કરવા ઘરમાં લઈ ગઈ, કપડાં કાઢી કઢંગી હાલતમાં પતિને બોલાવ્યો; 20,000 પડાવી વધુ 4 લાખ માગતાં ભાંડો ફૂટ્યો

Took Home To Account For Milk : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ સામે આવતી જોવા મળે છે, પરંતુ સામે ઘણીવાર મહિલાઓ પોતાના કાયદાનો દુરપયોગ કરતા પણ જોવા મળે છે. ઘણીવાર એવી ઘટનાઓ તમે સાંભળી હશે કે કોઈ મહિલાએ પુરુષોને ખોટા આરોપમાં ફસાવ્યો, તો ઘણીવાર મહિલાઓ અને યુવતીઓ દ્વારા હનીટ્રેપ પણ આચરવામાં આવતું હોય છે. હાલ આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં એક મહિલાએ દૂધ વાળાને ફસાવવાનું કાવતરું રચ્યું.

દૂધનો હિસાબ કરવાના બહાને બોલાવ્યો ઘરમાં :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના જસદણમાં આવેલા તલાવડી વિસ્તારના બજરંગ નગરમાં રહેતા એક 52 વર્ષીય આધેડ છૂટક દૂધનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત 1 નવેમ્બરના રોજ સવારે 9 કલાકે એક મહિલાએ તેમને ફોન કરીને 1 લીટર દૂધ આપી જવા માટે કહ્યું, જેથી આધેડ દૂધ લઈને મહિલાના ઘરે પહોંચ્યા અને બહારથી જ દૂધ આપી દીધું. પરંતુ મહિલાએ કહ્યું કે તમે ઘરમાં આવો, જેથી હું તમારા આગળના દૂધનો હિસાબ પણ તમને આપી દઉં.

કપડાં કાઢી પતિને કર્યો ફોન :

આ દરમિયાન આધેડ પણ ઘરમાં આવ્યા અને પલંગ પર બેઠા હતા. ત્યારે આધેડ કઈ સમજે એ પહેલા જ મહિલાએ તેમની સામે જ  પોતાના કપડાં ઉતરવાનું શરૂ કરી અને આધેડના પેન્ટની ચેઇન પણ ખોલી નાખી. જેના બાદ મહિલાએ કોઈને ફોન કરતા જ તેનો પતિ દોડતા ઘરમાં આવી ગયો. પતિના ઘરમાં આવતા જ પત્નીને કપડાં વગર અને આધેડના પેન્ટની ખુલ્લી ચેઇન જોઈને બુમાબુમ કરવા લાગ્યો અને કહ્યું “આ શું કરો છો ?” આધેડે કહ્યું કે મેં કઈ નથી કર્યું.. જેના અબ્દ પતિએ કહ્યું કે તમે અહિયાંથી જાવ હું તમારી સાથે ફોનમાં વાત કરીશ.

20 હજાર આપવા છતાં 4 લાખ માંગ્યા :

મહિલાના પતિની વાત સાંભળીને આધેડ નીકળી ગયો અને થોડીવારમાં જ મહિલાના પતિનો ફોન આવ્યો અને તેમની પર દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી. જેના બાદ ફરી સાંજે ફોન કરીને 30 હજાર રૂપિયાની માંગણી કરી અને આધેડે 20 હજાર રૂપિયા આપવાનું જણાવ્યું અને પૈસા આપી દીધા. જેના બાદ મહિલાના પતિએ કહ્યું કે હવે મારો ફોન નહિ આવે. પરંતુ 20 દિવસ બાદ મહિલાના પતિએ પાછો ફોન કર્યો અને કહ્યું કે પૈસા ઓછા થાય છે તમારે 4 લાખ આપવા પડશે નહિ તો દુષ્કર્મની ફરિયાદ કરી દઈશું.”

પોલીસે કરી દંપતીની ધરપકડ :

મહિલાના પતિએ એમ કહ્યું કે, ” તું આ પહેલો નથી ચોથો છે. તારી પહેલા ઘણાએ પૈસા આપીને પૂરું કર્યું છે.” જેથી આધેડે આખરે પોતાના પરિવારને આખી વાત જણાવતા તેમને ફરિયાદ કરવાનું નક્કી કર્યું. જેના બાદ તેમને જસદણ પોલીસ મથકમાં ફરિયાદ કરી અને પોલીસે તાત્કાલિક આરોપી દંપતીની અટકાયત કરીને તેમના રિમાન્ડ મેળવવા તજવીજ પણ હાથ ધરી છે.

Niraj Patel