હેલ્થ

ચેતી જાઓ: આ 3 બીમારીઓમાં દર્દીનો જીવ લઈ શકે છે કાચી ડુંગળી…અત્યારે જ જાણો

ડુંગળી એવી વસ્તુ છે કે જે મોટા ભાગે દરેકના ઘરમાં હોય જ છે. ડુંગળીને તો ગરીબોની કસ્તુરી કહેવામાં પણ આવે છે. મોટા ભાગે રોજિંદા આહારમાં આપણે ડુંગળી એક કે બીજા પ્રકારે લઈએ જ છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ડુંગળીના ઘણા ફાયદાઓ છે, પરંતુ શું આપણને એ ખબર છે કે આ સ્વાસ્થ્યવર્ધક ડુંગળી બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને લીવરની બીમારી ધરાવતા લોકોએ ન ખાવી જોઈએ. આ બીમારી ધરાવતા લોકો જો કાચી ડુંગળી ખાય છે તો તેમના જીવને જોખમ પણ આવે છે. આ બીમારી ધરાવતા લોકો માટે કાચી ડુંગળીનું સેવન ઝેર સમાન થઇ શકે છે.

Image Source

ડુંગળીમાં મિનરલ્સ અને વિટામિન ભરપૂર હોય છે, એના ઘણા ફાયદાઓ પણ હોય છે. ડુંગળીના સેવનથી ઘણી બીમારીઓ સામે ફાયદો મળે છે. ખાસ કરીને ઉનાળામાં આને કાચી ખાવાથી લૂ નથી લગતી. પરંતુ જો ડુંગળીને જરૂર કરતા વધુ ખાવામાં આવે તો આનાથી નુકશાન પણ થઇ શકે છે.

બ્લડ પ્રેશર –
ડુંગળી શરીરમાં બ્લડ પ્રેશર ઓછું કરે છે, એનાથી હાઈ બ્લડ પ્રેશરવાળાઓને ફાયદો થાય છે પણ જો ખરી માત્રામાં લેવામાં આવે તો જ, પણ જો જરૂરત કરતા વધુ ખાવામાં આવે તો બ્લડપ્રેશર લો થઇ જવાની સમસ્યા આવે છે. કાચી ડુંગળીના સેવનથી ઘણી વખત નસો ફૂલી જાય છે, જેથી બ્લડ પ્રેશર ઓછું થઇ જાય છે. એટલે જ આ લો બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ઝેર સમાન છે.

Image Source

લીવર –
જે વ્યક્તિને લીવર સંબંધિત કોઈ બીમારી હોય એ લોકો માટે કાચી ડુંગળીનું સેવન ઝેર સમાન સાબિત થઇ શકે છે એટલે લીવર સંબંધિત બીમારી ધરાવતા લોકોએ તાત્કાલિક ડુંગળીનું સેવન બંધ કરી દેવું જોઈએ.

લોહીની ઉણપ –
જે વ્યક્તિમાં લોહીની ઉણપ હોય એ લોકોએ કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. કાચી ડુંગળી શરીરમાં જઈને ચરબી અને લોહી ઓછું કરવાનું કામ કરે છે, જેનાથી શરીરમાં લોહી ઓછું થઇ જાય છે. માટે જ ડુંગળીનું સેવન એનિમિયાના દર્દીઓએ ન કરવું જોઈએ.

Image Source

એમ તો ડુંગળીમાં ફાયબર હોય છે જે પાચન માટે સારું હોય છે, પરંતુ જો શરીરમાં ફાઈબર વધુ થઇ જાય તો પાચન ખરાબ કરી શકે છે અને હાર્ટબર્ન અને ગેસ જેવી સમસ્યાઓ આપી શકે છે. એક અભ્યાસ અનુસાર, ડુંગળીમાંથી મળી આવતું સલાફર શરીરમાં વધુ થઇ જવાથી ગેસ અને ડાયજેશન ખરાબ થવાની સમસ્યાઓ આવી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.