લો બોલો બેસતા વર્ષે ખુલ્લો મુકાયેલો પુલ 5 માં દિવસે જ તૂટી ગયો, આટલા બધા મૃત્યુ થઇ ગયા, જાણો વિગત

આજે સાંજે તહેવારોની રજાના દિવસોમાં મોરબીમાં ઝુલતો પુલ તૂટતાં 60થી વધુ લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનાનની ખબર પડતા જ આપણા PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીને બચાવકાર્ય ઝડપી કરવા જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે મૃતકોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અત્યારે 8.10 કલાકે મોરબી જવા અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે.મહાવતની વાત એ છે કે પ્રશાસન તરફથી કોઈ મોતનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પણ 500 લોકો બ્રિજ પર હતા તે દરમિયાન પુલ તૂટી નદીમાં બેસી ગયો હતો

જેમાં ઘણખરા લોકો નદીમાં પટકાયા હતા. ઓરેવા ટ્રસ્ટની જાળવણીની જવાબદારી છે. નેતા મંત્રી બ્રિજેશ મેરજાએ 40થી વધુના મોત થયા હોવાનું મીડિયાને જણાવ્યું છે. બીજી બાજુ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ દુર્ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે.

તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે. ​​​​​​​મોરબી દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર, PMO અને દિલ્લીના CM અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ મોરબી જવા રવાના થયા છે.​​​​​​​

PMO દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. આ પુલ ઘણા સમયથી જર્જરીત હતો. તેથી મોરબીનો આ ફેમસ ઝૂલતો પુલ સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ હતો. જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી.

હાલમાં રેસ્ક્યૂ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી માનવસાંકળ રચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોબરીના લોકલ પબ્લિકે માનવ સાંકળની રચના કરી લોકોને બહાર નીકાળ્યા હતા ત્યાં જ કેટલાક લોકોએ પાણીમાં ડૂબેલા લોકોને મોઢાથી શ્વાસ આપ્યા હતા.

હજૂ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા. આમ જોઈએ તો પુલ તૂટી પડવાનું ચોક્કસ કારણ હાલ નથી જાણી શકાયું, પણ પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે લોકોની ભીડ વધી ગઈ હતી અને તેના લીધે આ પુલ તેનો ભાર સહન ના કરી શકતા તૂટી પડ્યો હોઈ શકે છે.

તમને જાણવી દઈએ કે વર્ષ 1879માં મોરબીના આ પુલનુ ખાતમુહૂર્ત કરાયું હતું, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ ખાતમુહૂર્ત થયું હતું. ત્યારે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન બ્રિટનથી લાવવામાં આવ્યો હતો. આ ફેમસ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે.

YC