બહેનની જીભ, પ્રાઇવેટ પાર્ટ અને સ્તન કાપ્યા પછી શરીરમાંથી કાઢ્યા આંતરડા, કાળજુ કંપાવી દેનારી ઘટના

આજના આધુનિક યુગમા પણ દેશના ઘણા વિસ્તારોમાં અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા લોકો મળી આવે છે. હદ તો ત્યારે થાય છે જ્યારે અંધશ્રદ્ધાના નામે લોકો એવા કામ કરી બેસતા હોય છે કે જેને જાણીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. અંધશ્રદ્ધાના નામે આવી જ ધ્રુજારી દેનારી ઘટના ઝારખંડના ગઢવા જિલ્લાના જાંગીપુર ગામમાથી સામે આવી છે.અહીં અંધશ્રદ્ધાના નામે એક બહેને પોતાની જ બહેનની હત્યા કરાવી નાખી હતી.

પીડિત મહિલાનું નામ ગુડિયા દેવી હતું જેની ઉમર 26 વર્ષની હતી. તંત્ર વિદ્યા માટે ગુડિયાની બલી આપવાનો આરોપ બનેવી દિનેશ ઉરાંવ અને બહેન લલિતા દેવી પર લાગ્યો છે. ગુડિયાના ઘરથી થોડે દૂર સ્થિત રામશરણ ઉરાંવના ઘરે ઘટનનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન ગુડિયાનો પુરો પરિવાર હાજર હતો. ગુડિયાની બહેન લલિતા દેવી અને પતિ દિનેશ ઉરાંવે તંત્ર સિદ્ધિ માટે પૂજા પાઠનું આયોજન કર્યું હતું, આ દરમિયાન તંત્ર વિદ્યા માટે કોઈ એક મહિલાની બલી આપવાની હતી.

ગુડિયાનો પતિ મુન્ના ઉરાંવે જણાવ્યું કે તેના પાસેના જ ઘરમાં એક અઠવાડિયાથી દિનેશ અને તેની પત્ની લલિતા તંત્ર સાધના કરી રહ્યા હતા. તેમાં શામિલ થવા માટે ગુડિયાને સહપરિવાર સાથે બોલાવવામાં આવી હતી,જેમાં તે સાસુ, દેર દેરાણી સાથે પૂજામાં શામિલ થવા પહોંચી હતી. એવામાં તેઓએ બલી માટે ગુડિયાને આગળ રાખી અને સૌથી સૌથી પહેલા ગુડિયાની જીભ કાપવામાં આવી અને પછી તેના સ્તન એન પ્રાઇવેટ પાર્ટ કાપીને તેના શરીરમાંથી આંતરડા કાઢીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.

આ ઘટના દરમિયાન પરિવારના દરેક લોકો ત્યાં હાજર હતા અને ગુડિયાનો પતિ દિનેશ પણ ત્યાં હજાર હતો પણ અંધશ્રદ્ધાના નામે તેઓ બધા ત્યાં ચુપચાપ ઉભા રહીને તમાશો જોતા રહ્યા હતા. જ્યારે ગુડિયાની બલઇ આપવાની વાતઆવી ત્યારે તેણે તેનો વિરોધ કર્યો હતો જેના બાદ ઉષા દેવી સાથે પણ મારપીટ કરવામાં આવી હતી અને તેની પણ બલી આપવાની કોશિશ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના 21 જૂનના રોજ થયેલી જણાવવામાં આવી રહી છે.

મૃતકની બહેન અને બનેવી મૃતદેહને તેના પિયર રંકા વિસ્તાર ખુરામાં લઈ ગયા અને તેને સળગાવીને ઘરે આવી ગયા. જો કે બાદમાં દિનેશને પત્નીની હત્યાનો પછતાવો થતા તેણે ઘટનાની જાણ આસપાસના લોકોને આપી હતી અને તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક ગુડિયાના અવશેષોને જપ્ત કરવામાં આવ્યા હતા.

મામલામાં પોલીસે લલિતા દેવી,  દિનેશ ઉરાંવ, સુરજી કુંવર, કુંદન ઉરાંવ, પતિ મુન્ના ઉરાંવ અને રામશરણ ઉરાંવ સહિત 12 લોકોની ધરપકડ કરી છે અને ઘટનાની આગળની તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે ઘરમાં આવતી અડચણોને દૂર કરવા માટે અંધશ્રદ્ધાની જાળમાં ફસાઈને પરિવારના લોકોએ ગુડિયા સાથે આવુ કૃત્ય કર્યું હતું, અને હત્યાની આ દશા જોઈને પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી.

Krishna Patel