પનીરના અલગ અલગ શાક આપણે અત્યાર સુધી ખાધા હશે, ખાસ ઘરે અને હોટેલમાં પનીર ટિક્કા સૌના ફેવરિટ હશે, પરંતુ આજે અમે તમને પનીરની એક લાજવાબ રેસિપી જણાવવાના છીએ. એ છે ટામેટા પનીર. ટામેટાની ગ્રેવીની અંદર પનીરનો જે ટેસ્ટ આવશે તે તમને ખુબ જ પસંદ આવશે. અને તેને બનાવવામાં પણ માત્ર 15થી 30 મિનિટનો સમય લાગશે. ચાલો જોઈએ એકદમ સરળ રેસિપી.

ટામેટા પનીર બનાવવાની સામગ્રી:
- 200 ગ્રામ પનીર
- 2 ટામેટા (ટુકડામાં કાપેલા)
- 1 ડુંગળી (ટુકડામાં કાપેલી)
- 2 લીલા મરચા
- 1/2 ટેબલ સ્પૂન જીરું
- 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
- 1 ટેબલ સ્પૂન પનીર મસાલા
- મીઠું સ્વાદ અનુસાર
- પાણી જરૂરિયાત પ્રમાણે
- તેલ જરૂરિયાત પ્રમાણે

ટામેટા પનીર બનાવવાની સામગ્રી:
- સૌથી પહેલા પનીરને ટુકડામાં કાપી લેવું.
- હવે મીડીયમ આંચ ઉપર પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દેવું.
- બીજી તરફ ટામેટા, ડુંગળી અને લીલા મરચાની પ્યુરી બનાવી લેવી.
- તેલ ગરમ થતા જ તેમાં જીરું નાખી દેવું.
- જીરું તતડી જતા તેમાં પ્યુરી નાખીને તેને બરાબર શેકી લેવી.
- હવે તેમાં લાલ મરચું અને પનીર મસાલો નાખીને તેલ છોડવા સુધી શેક્યા કરો.
- જયારે મસાલો તેલ છોડવા લાગે ત્યારે પનીર, પાણી અને મીઠું નાખીને ઉકાળો.
- જરૂરિયાત પ્રમાણે ગ્રેવી તૈયાર થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દેવો.
- તૈયાર છે તમારૂ ટામેટા પનીરનું શાક.
- તેને રોટલી, પરાઠા અથવા નાન સાથે ખાઈને આનંદ માણો.

આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સ્વાદસભર રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.