વાહ.. જોડી તો જુઓ દાદા અને પૌત્રીની ઉંમરના આ કપલની, લોકો કરે છે ટ્રોલ પણ આ કપલ છે પોતાની જ મસ્તીમાં, સામે આવી રોમાન્ટિક તસવીરો

સુંદર જુવાન યુવતી વૃદ્ધ દાદાને પટાવી ગઈ, અમેરિકામાં કરે છે ખુબ જલસા…સામે આવી રોમાન્ટિક તસવીરો

એવું કહેવાય છે કે પ્રેમ કોઈ ઉંમરના બંધનમાં બંધાતો નથી, ના કોઈ જ્ઞાતિ કે સમાજના બંધનોમાં બંધાય છે, જયારે પ્રેમના ફૂલ ખીલે છે ત્યારે આસપાસ કે દુનિયા અને સમાજની ચિંતા કોઈ કરતું નથી અને પ્રેમના બંધનમાં બંધાઈ જતા હોય છે. તમે એવી ઘણી પ્રેમ કહાનીઓ જોઈ હશે જેમાં ઉંમરના બંધનો નડ્યા ના હોય. એવી જ એક પ્રેમ કહાનીની ચર્ચાઓ આજે દુનિયાભરમાં થઇ રહી છે. (Image credit: facebook/Tom Imam)

આ વાયરલ થઇ રહેલું કપલ છે ટોમ ઇમામ અને તેની પત્ની મિષ્ટી. જ્યાં ટોમ ઇમામ આધેડ વયના છે ત્યાં મિષ્ટી એકદમ જુવાનજોધ છે. આ કપલને આખી દુનિયામાંથી તેમની ઉંમરને લઈને ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ તેનો કોઈ ફર્ક આ કપલને પડતો નથી. આ કપલ પોતાની મસ્તીમાં જ રહે છે અને સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. ટોમ ઇમામ તેમના સોશિયલ મીડિયામાં પત્ની સાથેની ઘણી રોમાન્ટિક તસવીરો પણ શેર કરતા રહે છે.

આ કપલ આમ તો મૂળ બાંગ્લાદેશનું રહેવાસી છે. પરંતુ હાલ તો તે અમેરિકામાં સ્થાયી થઇ ચુક્યા છે. આ કપલને દુનિયા અને સમાજની કોઈ ફિકર નથી. આ બંને વચ્ચેનો અતૂટ પ્રેમ તેમના દ્વારા શેર કરેલી તસવીરોમાં પણ જોઈ શકાય છે. જુવાન જોધ મિષ્ટી અલગ અલગ કપડામાં ટોમ સાથે અવાર નવાર રોમાન્ટિક પોઝ આપતી જોવા મળે છે.

ટોમ ઇમામ પોતાના સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેના પર પોતાની રોમાન્ટિક તસવીરો ઉપરાંત પોતાની દૂધ જેવી રૂપાળી પત્ની સાથેના ઘણા બધા વીડિયો પણ શેર કરતા હોય છે. આ વીડિયોમાં બંનેનો મસ્તી ભરેલો અંદાજ અને રોમાન્સ પણ જોવા મળતો હોય છે. આ તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ ઉપર પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતા હોય છે.

તેમની આ તસવીરો અને વીડિયો ઉપર લોકો કોમેન્ટની પણ ભરમાર કરે છે. ઘણા લોકો આ કપલનું સમર્થન પણ કરતા જોવા મળે છે તો ઘણા લોકો તેમને ટ્રોલ પણ કરતા જોવા મળે છે. ટોમ ઇમામ ઘણીવાર વીડિયોમાં અને પોસ્ટ કરીને ટ્રોલર્સની બોલતી પણ બંધ કરતા હોય છે અને બેધડક પોતાની તસવીરો અને વીડિયો શેર પણ કરતા હોય છે.

આ કપલે ગત સપ્ટેમ્બર મહિનામાં જ પોતાના લગ્નના ત્રણ વર્ષની ઉજવણી પણ ખુબ જ શાનદાર રીતે ઉજવ્યા હતા. ટોમ ઇમામ અને મિષ્ટીની એનવર્સરી ગત 26 સપ્ટેમ્બરના રોજ હતી. અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

ટોમ ઈમામનો જન્મ 22 જૂન 22 1958ના બાંગ્લાદેશની રાજધાનીમાં થયો હતો તેમની ઉંમર 63 વર્ષની છે. ટોમ ઇમામ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય કે તે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. મિષ્ટી પણ ટોમ ઇમામ સામે પોતાના પ્રેમનો ઇજહાર કરતી વારંવાર જોવા મળે છે અને તેને પણ જણાવ્યું છે કે તે તેના પતિને કેટલો પ્રેમ કરે છે.

Niraj Patel