ઇતિહાસમાં પહેલીવાર ટોકિયો ઓલમ્પિકના મેડલ બનાવામાં આવ્યા છે આ વસ્તુઓથી, હેરાન કરી દેનારો વીડિયો

હાલમાં ટોકિયો ઓલમ્પિક ઉપર આખી દુનિયાની નજર મંડાયેલી છે. આપણા દેશના રમતવીરો પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યા છે, ત્યારે ઓલમ્પિક ઉપર મળનાર મેડલ ઉપર પણ આખી દુનિયાની નજર છે. પરંતુ તમને ખબર છે કે ઓલંપિકમાં આપવામાં આવનાર આ મેડલ કેવી રીતે બનાવવામાં આવે છે ? આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મેડલ કેવી રીતે બનાવાય છે તે જોઈ શકાય છે.

ઓલંપિકમાં ભાગ લેનાર દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે મેડલ માટે હકદાર બને. ઘણા ખેલાડીઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતે છે. ભારતના પક્ષમાં પણ બે મેડલ આવ્યા છે. અને હજુ પણ મહિલા હોકી ટીમ ઉપર ગોલ્ડ મેડલની દેશવાસીઓની આશા મંડરાયેલી છે. ત્યારે આજે અમે તમને મેડલ બનાવવા પાછળનું કહાની જણાવીશું.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોને ટોકિયો 2020 દ્વારા પોતાના ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મેડલને બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે જુના મોબાઈલ ફોન અને ઘણા નાના મોટા વીજળીના ઉપકરણોને રીસાઇકલ કરીને આ વખતે મેડલ બનાવવામાં આવ્યા છે.

ટોકિયો ઓલમ્પિકની વેબસાઈટ પ્રમાણે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે વિજેતાઓને જે મેડલ મળી રહ્યા છે તે શુદ્ધ સોના, ચાંદી અને બ્રોન્ઝના નહીં પરંતુ જુના ઇલેક્ટ્રોનિક્સ જેવા કે મોબાઈલ ફોન, લેપટોપને રીસાઇકલ કરીને બનાવવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટનું નામ ટોકિયો 2020 મેડલ પ્રોજેક્ટ હતી. વર્ષ 2017થી લઈને 2019 સુધી તેના ઉપર કામ ચાલુ હતું.

અભિનેતા રણદીપ હુડ્ડાએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 78,985 ટનના ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈઝથી આ મેડલને બનાવવામાં આવ્યા છે. ઓલમ્પિક ડોટ કોમના જણાવ્યા પ્રમાણે જાપાનની 1,621 નગર પાલિકાઓએ મળીને લગભગ 78,985 ટન સામાન ભેગો કર્યો.


આખા જાપાનની અંદર NTT Docomoના રિટેલ સ્ટોર્સ દ્વારા લગભગ 62.1 લાખ ફોન ભેગા કરવામાં આવ્યા. જેના બાદ આ બધા જ ફોનને ઓગાળીને મેડલ બનાવવામાં આવ્યા.

Niraj Patel