હેલ્થ

જો તમે પણ ટોઇલેટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો આ જાણકારી તમારા માટે ખુબ જરૂરી છે

મોબાઈલ ફોનનો ઉપીયોગ આજે દરેક કોઈની રોજની જરૂરીયાત બની ગઈ છે. આજે લોકો દરેક જગ્યાએ ફોનનો ઉપીયોગ કરે છે તે પછી ઘર હોય કે પછી ટોઈલેટ.લોકો ફોનને પોતાનાથી ક્ષણવાર પણ દૂર કરવાનું પસંદ નથી કરતા. પહેલાંના સમયમાં લોકો ટોઇલેટમાં સમય બચાવવા માટે ન્યુઝપેપર વાંચતા હતા પણ હવે ન્યુઝપેપરની જગ્યા મોબાઈલ ફોને લઇ લીધી છે. આપણે મોબાઈલમાં વોટ્સએપ કે ફેસબુક પર એટલા વ્યસ્ત રહેવા લાગ્યા છીએ કે હવે મોબાઈલ ફોન ટોઈલેટમાં પણ એક જરૂરિયાત બની ગઈ છે.જેને લીધે લોકો મોટાભાગે ટોઇલેટમાં બેઠેલા રહે છે અને મોબાઈલમાં પડ્યા રહે છે.

Image Source

જો તમે પણ ટોઇલેટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ટોઇલેટમાં ફોનનો ઉપીયોગ કરીને તમે ઘણી ઘાતક બીમારીઓને આમંત્રિત કરી રહ્યા છો.માઇક્રોબાયોલોજિસ્ટના અનુસાર મોટાભાગે લોકોને લાગે છે કે ટોઇલેટમાં કીટાણુઓ અને ગંદકી મોટાભાગે ટોઈલેટ બાઉલ અને ફર્શ પર જ હોય છે, પણ એવું નથી તેના સિવાય પણ ઘણી વસ્તુઓ છે, જેને લીધે આપણે મોટાભાગે બીમારીઓથી ઘેરાયેલા રહીયે છીએ.

Image Source

ટોઈલેટમાં ફોનનો ઉપીયોગ કરવો:
ભલે ટોઇલેટની અંદર મોંબાઇલ ફોનનો ઉપીયોગ કરવામાં તમને કોઈ સમસ્યા ના હોય પણ હકીકતે આવું કરવાથી તમે તમારા સ્વાસ્થ્ય સાથે ખરાબ કરી રહ્યા છો.લંડન મેટ્રોપોલીટીન યુનિવર્સીટીના ડોકટરના અનુસાર ટોઈલેટમાં બેસવાથી માંડીને હેન્ડ વોશ ઉપીયોગમાં લેવાના વચ્ચેના સમયમાં ફોનનો ઉપીયોગ કરવો ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

Image Source

એક સર્વેના અનુસાર લોકોના ફોન ટોઇલેટમાં નીચે પડી જાતા હોય છે જેને લીધે ટોઇલેટના કીટાણુઓ ફોનમાં ચોંટી જાય છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.એ તો બધા જાણે જ છે કે ટોઇલેટનો સૌથી ગંદી જગ્યાના સ્વરૂપે ગણવામાં આવે છે,ખાસ કરીને પબ્લિક ટોઇલેટને.

ટોઇલેટ સીટ,નળ,હેન્ડલ્સ અને સિંક માં E.Coli નામના કીટાણું મળી આવે છે, જેનાથી યુટીઆઇ(યુરિનરી ટ્રેકટ ઇન્ફેક્શન) અને આંતરડા સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.તેના પરિણામ સ્વરૂપ તમેં ડાયરિયા અને એસિનટોબેક્ટર એટલે કે શ્વસન સંબંધિત બીમારીથી ગ્રસિત થઇ શકો છો.

Image Source

ટોઈલેટ સૌથી ગંદી જગ્યામાંની એક છે. અહીં સૌથી વધારે બેક્ટેરિયા હોય છે અને આપણે તે જ જગ્યા પર આપણો મોબાઈલ ફોન ઉપીયોગમાં લઇ રહ્યા છીએ.આપણા ટોઈલેટ માંથી બહાર નીકળવા પર બેક્ટેરિયા પણ આપણી સાથે બહાર આવી જાય છે એવામાં આપણે આપણા હાથ તો ધોઈ લઈએ છીએ પણ ફોન નહિ.એવામાં લોકોએ પોતાની આ આદતને બદલવી જોઈએ.

આ સિવાય રોજિંદા જીવનની એવી ઘણી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે જેમ કે..

Image Source

એક રિસર્ચના અનુસાર 39.7 ટકા બુટ-ચપ્પલ માં C.diff નામના કીટાણુઓ મળી આવે છે જે ડાયરિયા જેવી ઘાતક બીમારીને જન્મ આપી શકે છે.રિસર્ચના આધારે જો C.diff બેક્ટેરિયા ભૂલથી પણ શરીરની અંદર પ્રવેશ કરી જાય તો તે ગંભીર બીમારી ફેલાવી શકે છે.માટે બને ત્યાં સુધી બુટ-ચપ્પલને ઘરના દરવાજા પાસે જ ઉતારી દેવા જોઈએ.

Image Source

હેન્ડબેગ અને પર્સ આપણે લગાતાર સ્પર્શ કરતા હોઈએ છીએ જેનાથી આપણું પર્સ નોરોવાયરલ,MRSA અને E.Coli નામના ખતરનાક કીટાણુઓથી લુપ્ત રહે છે.આ કીટાણુંઓથી થનારી બીમારીઓથી બચવા માટે તમારે રોજ તમારા પર્સ કે બેગને એન્ટિબાયોટિક ક્લોથથી સાફ રાખવા જોઈએ.

Image Source

આ સિવાય ઘરનું રિમોટ ઘરની કોઈપણ જગ્યાએ પડેલું હોય છે અને ઘરના દરેક સભ્યોના સંપર્કમાં આવતું હોય છે માટે તેમાં E.Coli સહીત અન્ય ઘણા કીટાણુઓ હોવાની સંભાવના હોય છે.રિમોટનો ઉપીયોગ કરતા પહેલા તેને સારી રીતે સાફ કરી લેવું જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.