AIIMSમાં કોરોના દર્દીએ કૂદીને આપ્યો જીવ, ટોયલેટના વિંડોથી લગાવી છલાંગ : 57 વર્ષના દર્દીએ દીકરાને ફોન કરીને કહ્યુ

પટના AIIMSના પાંચમા માળેથી કૂદીને 57 વર્ષના એક કોરોના દર્દીએ જીવ આપી દીધો. હોસ્પિટલ પ્રબંધવ આત્મહત્યાનું કારણ દર્દીનું બીમારથી કંટાળી જવું જણાવે છે. બિહારની રાજધાની પટનામાં સ્થિત AIIMSમાં બુધવારે સાંજે લગભગ 5.30 વાગ્યા આસપાસ બેગુસરાય જિલ્લાના ચિરતૌલા ગામના રહેવાસી 57 વર્ષના રામચંદ્ર શાહે એમ્સના પાંચમા માળના ટોયલેટથી છલાંગ લગાવી દીધી. આ ઘટનામાં તેની મોત થઇ ગઇ.

જાણકારી અનુસાર મૃતક બેંગલરુ સ્થિત રાઇસ મિલમાં લેબર કોન્ટ્રાકર હતા. 2 મેના રોજ બેંગલુરુથી તેઓ તેમના પૈતૃક ગામ આવ્યા હતા. 12 મેના રોજ કોરોનાના લક્ષણ દેખાયા બાદ 18 મેના રોજ તેમને પટના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ફુલવારી પોલિસ સ્થળ પર પહોંચી અને તપાસમાં લાગી ગઇ. ઘટનાની જાણકારી જયારે મૃતકના દીકરાને થઇ તો તે પણ હોસ્પિટલ પહોંચ્યો અને તેણે જણાવ્યુ કે, તેણે તેના પિતા સાથે છેલ્લે વીડિયો કોલ પર વાત કરી હતી તેમણે હાથ હલાવીને કહ્યુ કે તેઓ દુનિયાથી જઇ રહ્યા છે. પોલિસે જણાવ્યુ કે દર્દીએ આત્મહત્યા કરી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મૃતકના દીકરા ગોપાલે જણાવ્યુ કે, તેની સવારે વાત થઇ હતી અને તેઓએ તેમની પરેશાની જણાવતા કહ્યુ કે, હોસ્પિટલથી તેમને જલ્દી ઘરે લઇ જાય. બુધવારે સાંજે તેમના પિતાએ 5મા માળેથી કૂદી આત્મહત્યા કરી તેની જાણ થતા જ તેઓ ઉતાવળમાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

આ ઘટનાની સૂચના મળતા હોસ્પિટલના લોકો તેમની પાસે પહોંચ્યા અને સારવાર માટે લઇ ગયા પરંતુ તેઓને ડોક્ટરે મૃત ઘોષિત કરી દીધા. આ ઘટનાથી કોવિડ વોર્ડમાં અફરા તફરીનો માહોલ થઇ ગયો હતો. તમને જણાવી દઈએ કે પટના AIIMSમાં આની પહેલા પણ 4 દર્દીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે

ત્યાં જ 26મેએ એમ્સના રજિડેંટ ડોક્ટર પ્રદીપ કુમારની કોરોનાથી મોત થઇ ગઇ હતી. પ્રદીપ કુમાર મૂળરૂપથી બિહારના શિવહર જિલ્લાના કોલ્લૂહટિકા ગામના રહેવાસી હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોરોના સંક્રમિત હતા અને આઇસીયુમાં દાખલ હતા. પરંતુ બુધવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા.

Shah Jina