ખબર

આજે પૃથ્વીની નજીકથી પસાર થશે એસ્ટરોઇડ, તો શું પ્રલય આવશે? જાણો સચ્ચાઈ

નાસાએ જણાવ્યા અનુસાર, એક મોટો એસ્ટરોઇડ આવતા મહિને પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે પણ ધરતીને ટકરાશે નહિ. 29 એપ્રિલના રોજ લગભગ 1.1 થી 2.5 માઇલ્સ મોટો એસ્ટરોઇડ ધરતીની નજીકથી પસાર થશે. એસ્ટરોઇડપૃથ્વીથી 60 લાખ કિમી દૂરથી પસાર થશે એવામાં પૃથ્વી પર પ્રલય કે સુનામીની કોઇ આશંકા નથી. એ ધરતી સાથે ટકરાવાનો નથી, પણ જો ટકરાશે તો એ ધરતી પર મોટું નુકશાન સર્જી શકશે.

આ જાણકારી આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન એરીજ નૈનિતાલના ખગોળ વૈજ્ઞાનિક ડો, શશિભૂષણ પાંડેએ આપી છે. આ એસ્ટરોઇડ 52768 (1998 OR2) કહેવાય છે અને એ પહેલીવાર 1998માં જોવા મળ્યો હતો ત્યારે નાસાએ એને ધરતી માટે એક મોટો ખતરો જણાવ્યો હતો. ત્યારથી તેની પર વૈજ્ઞાનિકો સતત અધ્યયન કરી રહ્યા છે. સૂર્યની પ્રરિક્રમા કરવામાં તેને 1344 દિવસનો સમય લાગી જાય છે. પૃથ્વીની 3,908,791 માઇલ્સ નજીકથી 19,461 માઇલ્સ પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. જેને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર એસ્ટેરોઇડના પૃથ્વીના ટકરાવવાની આશંકા પૂર્ણ રીતે ફગાવવામાં આવી છે.

Image Source

આ એસ્ટરોઇડને સંભવિત જોખમી ઓબ્જેક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે કારણ કે તે પૃથ્વીની ભ્રમણકક્ષાની ખૂબ જ નજીકથી પસાર થાય છે, પરંતુ તે હાલમાં નાસાની સંભવિત ભાવિ પૃથ્વી પ્રભાવની ઘટનાઓની સૂચિમાં નથી. જે નાસાની સેન્ટ્રી સિસ્ટમ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ આગામી બે મહિનામાં પૃથ્વીની નજીકથી પસાર થનારો સૌથી મોટો એસ્ટરોઇડ હશે પણ તે આજ સુધીનો સૌથી મોટો એસ્ટરોઇડ નથી.

Image Source

અત્યાર સુધીનો સૌથી મોટો એસ્ટરોઇડ 3122 Florence (1981 ET3), છે, જે 1 સપ્ટેમ્બર 2017ના રોજ ધરતી પાસેથી પસાર થયો હતો અને સદનસીબે ટકરાયા વિના જ પસાર થઇ ગયો હતો. આ જ એસ્ટરોઇડ ફરીવાર 2 સપ્ટેમ્બર 2057ના રોજ પસાર થશે, જે 2.5 અને 5.5 માઇલ્સ મોટો હશે.

આ પહેલા પણ આ જ પ્રકારનો ખતરો આવ્યો હતો, જયારે ઓગસ્ટ 2019માં એક નાનો એસ્ટરોઇડ પસાર થયો હતો, જયારે પણ નાસાએ કહ્યું હતું કે એ ધરતીને નહિ ટકરાય, પણ ખૂબ જ નજીકથી પસાર થશે.

Image Source

ભારતીય તારા ભૌતિકી સંસ્થાના બેંગલુરુના સેનિ વૈજ્ઞાનિક પ્રો. આરસી કપૂરનું કહેવું છે કે ધરતીની નજીકથી પસાર થઇ રહેલા એસ્ટેરોઇડના પૃથ્વીથી ટકરાવવાની સંભાવના બિલકુલ નથી. આવા ઘણા એસ્ટેરોઇડ છે જે ઘણી વખત ધરતીથી નજીક થઇ ને પસાર થાય છે.

નાસાએ સ્પષ્ટ કહ્યું કે એ એસ્ટરોઇડ 6.3 મિલિયન કિલોમીટરમાં નજીક નથી આવવાનો, એટલી કોઈએ પણ ભવિષ્યમાં ટકરાવ થવાની ચિંતા કરવાની જરૂર નથી. આપણા ચંદ્ર કરતા એ એસ્ટરોઇડ 16 ગણો દૂર હશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.