ખબર

કોરોનાને લઈને મુંબઈથી આવ્યા મોટી રાહતના સમાચાર, આ દવાથી કોરોનાના દર્દીઓ સજા થયા- જાણો વિગત

ભારતમાં હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના જેવી બીમારી સામે લડવા માટે અને પ્રયોગ હાથ ધરવામાં આવે છે. પ્લાઝ્મા થેરાપીના પ્રયાસો પછી બીએમસીએ મુંબઈની અનેક હોસ્પિટલોમાં કોરોનાની ગંભીર દર્દીઓના ઉપચાર માટે એક નવી દવાનો પ્રયોગ શરૂ કર્યો છે.

Image Source

આ વચ્ચે ભારતમાં કોરોનાની દવાની તલાશમાં ‘ટોસિલિજુમૈબ’નામની દવાની ટ્રાયલને ક્લિનિકલ મંજૂરી આપી છે.મુંબઈની 2 હોસ્પિટલમાં ટોસિલિજુમૈબદવાનો પ્રયોગ ખુબ જ અસરકારક નીવડયો છે. મુંબઈથી લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. તેમજ આ દવાને કારણે 30 ગંભીર દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.

અત્યાર સુધી 40 દર્દીઓ પર આનો પ્રયોગ કરાયો છે. આ તમામ લોકોની હાલત ગંભીર હતી અને તેમાંથી 30થી વધુ દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. કેટલાક દર્દીઓની સારવાર પહેલા થઈ ચૂકી છે અને તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. આ દવાને કારણે દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે.

Image Source

‘ટોસિલિજુમૈબ’ દવા હાલ ચર્ચાનો વિષય બની છે. દુનિયાભરાં અનેક હોસ્પિટલો અને મેડિકલ એસપર્ટસે આ દવા રેકેમન્ડ કરી છે. આ પછી બીએમસીએ તેનો ઉપયોગ શરૂ કર્યો અને તેનાથી ઘણો ફાયદો થયો છે.

Image Source

ડો.અરવિન્દર સિંહ કહે છે કે આ દવાની ટ્રાયલ ભારતના ઘણા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને દિલ્હી-એનસીઆર સહિત અજમાવવામાં આવશે. મેદાંતાના સીએમડી ડો.નરેશ ત્રિહાન કહે છે કે અમે આ દવા ટ્રાયલના પરિણામોની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. જો આ ડ્રગ ટ્રાયલનાં પરિણામો સચોટ આવે તો ભારતનાં હજારો લોકોનાં જીવન બચાવી શકીશું.