ખબર

ગુજરાતમાં કોરોનાના ગંભીર દર્દીઓને અધધ કિંમતના ઈંજેક્શનના ડોઝ આપવામાં આવતા જાગ્યું આશાનું કિરણ

ભારતમાં હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના જેવી બીમારી સામે લડવા માટે અને પ્રયોગ હાથ ધરવામાં આવે છે. પ્લાઝ્મા થેરાપીના પ્રયાસો પછી બીએમસીએ મુંબઈની અનેક હોસ્પિટલોમાં કોરોનાની ગંભીર દર્દીઓના ઉપચાર માટે એક નવી દવાનો પ્રયોગ શરૂ કર્યો છે. તો આ ઇન્જેક્શનનો હવે ગુજરાતના દર્દીઓને પણ આપવામાં આવશે.

Image Source

આ વચ્ચે ભારતમાં કોરોનાની દવાની તલાશમાં ‘ટોસિલિજુમૈબ’નામની દવાની ટ્રાયલને ક્લિનિકલ મંજૂરી આપી છે.મુંબઈની 2 હોસ્પિટલમાં ટોસિલિજુમૈબદવાનો પ્રયોગ ખુબ જ અસરકારક નીવડયો છે. મુંબઈથી લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. તેમજ આ દવાને કારણે 30 ગંભીર દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે. ગઈકાલે આરોગ્ય સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કોરોના સામે સામે સફળતા મળી શકે તે માટે બે બાબતોનો પ્રયાસ અને સફળ પ્રયોગ કરાયો છે. જેમાં એક ટોસિલિઝુમેબ નામનું ઇન્જેક્શન છે.

Image Source

તેની અસરકારકતા વધુ છે. તેનુ મોટાપ્રમાણમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. ગંભીર હાલતના દર્દીઓઓ માટે આ કિંમતી ઈન્જેક્શનનો ઉપયોગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. સરકારે આ કિંમતી ઈન્જેક્શનની મંજૂરી આપી દીધી છે. 40 હજારની કિંમતના આ ઇન્જેક્શનના બે ડોઝ દર્દીઓને આપવામાં આવશે.

Image source

દર્દીઓને વિનામૂલ્યે ઈન્જેક્શન આપવામાં આવશે. જેથી દર્દીઓના રિકવર રેશિયોમાં વધારો થશે. આ દવા રુમેટોઇડ આર્થરાઇટિસ, કેન્સર, અથવા ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલા દર્દીઓમાં અમુક પ્રકારના એન્ટિબોડી બની શરીરમાં આંતરિક અંગો જેવા કે આંતરડા કે ફેફસામાં સોજો ન લાવે તે માટે વપરાય છે. હાલ કોરોના વાઇરસના ગંભીર સંક્રમણના કિસ્સામાં ઉપચાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ વિશ્વમાં પ્રાયોગિક રીતે થઇ રહ્યો છે.

Image Source

અગાઉ કેન્સરના દર્દીઓને આ ઈન્જેકશન આપવામાં આવતા હતા. તેનો ઉપયોગ હવે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા કોરોનાના દર્દીઓને પણ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શ્વાસ લેવામાં થતી મુશ્કેલી અને ફેફસા બંધ થતાં હોવાના કિસ્સાઓમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવશે.

Image Source

‘ટોસિલિજુમૈબ’ દવા હાલ ચર્ચાનો વિષય બની છે. દુનિયાભરાં અનેક હોસ્પિટલો અને મેડિકલ એસપર્ટસે આ દવા રેકેમન્ડ કરી છે. આ પછી બીએમસીએ તેનો ઉપયોગ શરૂ કર્યો અને તેનાથી ઘણો ફાયદો થયો છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.