ખબર

આ શહેરમાં પાન, ફાકી, સિગારેટના બંધાણીઓ માટે આવ્યા ખરાબ સમાચાર, થઇ જશે કાર્યવાહી

લોકડાઉનને કારણે સૌથી કફોડી હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારાઓની થઇ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળે છે. રાજકોટ પોલીસ કમિશ્નરે તેમના પર તવાઈ લાવીને મોટો નિર્ણય લીધો છે.

Image Source

શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. આ કલમ હેઠળ બે વર્ષની સખ્ત  કેદની સજા અને આકરો દંડ થઈ શકે છે.

લૉકડાઉન જાહેર થયું તે દિવસથી ફાકી, પાન, સિગારેટના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લદાયો હતો, અને પાનની દુકાનો એ દિવસથી બંધ થઇ જતા વ્યસનીઓ લૉકડાઉનમાં અકળાઇ ગયા હતા અને તેનો દુકાનદારોએ ગેરલાભ ઉઠાવી ફાકી, સિગારેટના કાળા બજાર શરૂ કર્યા છે. રૂ.12માં વેચાતી ફાકી રૂ.50માં પણ વેચાઇ રહી છે. પોલીસના ધ્યાનમાં આ બાબત આવતાં પોલીસે આ આકરું પગલું ભરવાની જાહેરાત કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.