ટોસ્ટના શોખીન છો? કારખાનાનો આ વીડિયો જોઈને ચીતરી ચડશે..નબળા હૃદય વાળા ન જોતા

સોશિયલ મીડિયામાં  ખાણીપીણીને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને મોઢામાં પાણી આવ્યા વિના નથી રહેતું, પરંતુ ઘણી વસ્તુઓ એવી હોય છે જેને બનાવવાના વીડિયો એવા પણ આવે છે જેને જોઈને ખાવાનું પણ  મન ના થાય.થોડા દિવસથી પાણીપુરીને લઈને એવા ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. પરંતુ હવે ટોસ્ટ બનાવવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમને ટોસ્ટને જોવાનું પણ મન નહીં થાય.

આપણા દેશની અંદર મોટાભાગના લોકો સવારે ઉઠવાની સાથે જ નાસ્તામાં ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. કારણ કે ટોસ્ટ ખાવાના કારણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, ત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમને પણ ઉલટી થઇ જશે. આ વીડિયોને જોઈ તમે પણ ટોસ્ટ ખાતા પહેલા 100 વાર વિચાર કરશો.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે ટોસ્ટના કારખાનામાં કામ કરવા વાળા કેટલાક કારીગરો ગંદી હરકતો કરે છે. જેને જોઈને તમારા પણ રૂંવાડા ઉભા થઇ જાય. વીડિયોની અંદર જોઈ શકાય છે કે ટોસ્ટ તૈયાર થઇ ગયા બાદ કેટલાક કારીગર તેના ઉપર પગ રાખી રહ્યા છે. એટલું જ નહિ ટોસ્ટ તૈયાર થઇ ગયા બાદ પેકીંગ કરતા પહેલા તેમાંથી એક કારીગરે તો ટોસ્ટને લઈને પોતાની જીભ ઉપર પણ લગાવ્યો હતો. આ વ્યક્તિ થૂંક લગાવ્યા બાદ ટોસ્ટને પેકેટમાં નાખી દે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ વીડિયોને જોઈને ભલભલાના હોશ ઉડી જાય. કારખાનામાં કામ કરી રહેલાઓ એક વ્યક્તિ જાણી જોઈને કેમેરા સામે જોઈ ટોસ્ટ ઉપર થૂંક લગાવે છે અને જમીન ઉપર રાખેલા ટોસ્ટ ઉપર પગ પણ રાખે છે. આ વીડિયો જેવો જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો લોકોનો ગુસ્સો પણ ભભૂકી ઉઠ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોયા બાદ કારખાનાને સીલ કરવાનું અને અંદર કામ કરી રહેલા કારીગરોની ધરપકડ કરવાનું જણાવી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની હજુ કોઈ પુષ્ટિ નથી થઇ શકી.

Niraj Patel