ખબર જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું

છોકરાઓને પણ ઘરના કામ શીખવવા માટે, આ શાળાએ શરુ કર્યું હોમ એજ્યુકેશન..! ઝડપી યુગમાં વાંચો નાનકડી સ્ટોરી

આજના ખૂબ જ ઝડપી યુગમાં, જ્યા ખૂબ જ સ્પર્ધાઓ છે, લોકો ટેક્નોલોજીના સહારે આગળ વધી રહયા છે, ત્યારે આપણે જીવનમાં શ્રેષ્ઠ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. માતા-પિતા પણ તેના બાળકોને શક્ય એટલું શ્રેષ્ઠ શિક્ષણ આપે છે, પણ તેઓ બાળકોને કોઈની મદદ વિના ઘરની સંભાળ રાખવાનું અને સ્વતંત્ર બનતા શીખવવાનું ભૂલી જાય છે.

જીવનશૈલીને લગતી આ ચિંતાઓને સમજીને, એક સ્પેનિશ કૉલેજએ શાળામાં શીખવવામાં આવતા અન્ય વિષયો સાથે એ બીજો વિષય રજૂ કર્યો જેનું નામ છે ‘હોમ ઇકોનોમિક્સ’ (home economics) જેમાં છોકરાઓને ઇસ્ત્રી, રસોઈ, સફાઈ, ચાદર પાથરવાની અને કપડાં ધોવાનું પણ શીખવવામાં આવે છે.

Image Source

અહીં વાત થઇ રહી છે, સ્પેનના વીગો ટાઉનના Colegio Montecastelo વિશે… આ વિષય પણ શાળામાં ભણાવતા બીજા વિષયોની જેમ જ ભણાવવામાં આવે છે, જેના માટે વિદ્યાર્થીઓને આ શીખવવાની જવાબદારી ઇન્સ્ટ્રકટર, ટીચર અને કેટલાક વિદ્યાર્થીઓના પિતાને સોંપવામાં આવી હતી.

Image Source

શરુઆતમાં જ્યારે શાળામાં આ વિચાર પર અમલ કરવામાં આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓને રસોઈ બનાવવાનું શીખવવામાં આવતું હતું. પણ કઈ રીતે કપડા ધોવાના, ઈસ્ત્રી કરવાની, ઘર કઈ રીતે સાફ રાખવાનું એ બધું જ છૂટી ગયું. બધા જ અવરોધો છતાં પણ, હોમ ઇકોનોમિક્સના કલાસ ચાલુ રહયા અને એ પણ સારી સફળતા સાથે. ઘણા છોકરાઓએ તો એ પણ જોયું કે તેઓ જે કામ કરી શકવા બાબતે વિચાર્યું પણ ન હતું એ કામ સારી રીતે કરી શકે છે.

Image Source

જાણ્યા બાદ કે હોમ ઇકોનોમિક્સના કલાસમાં બાળકોને શું શીખવવામાં આવે છે, માતા-પિતાએ નોંધ્યુ કે જે બાળકો ક્યારેય ઘણા કામમાં રસ લેતા ન હતા એ ઘરના કામમાં એટલો જ સાથ આપવા લાગ્યા છે. આ વિચાર માત્ર વિદ્યાર્થીઓને ઘરના કામ જ નથી શીખવતો પરંતુ વિદ્યાર્થીઓને એક સારા નાગરિક પણ બનાવે છે. હકીકતે, ઘરના કામ નાનપણમાં જ શીખ્યા હોય તો મોટા થઈને લોકોને આ ખૂબ જ કામ આવે છે.

Image Source

સામાન્ય રીતે રૂમ સાફ રાખવો, કપડા વ્યવસ્થિત મુકવા અને ઘરના બીજા કામો જાતે કરવા એ સામાન્ય નથી, લોકો એને મિલિટરી સ્કૂલની ખાસિયતો ગણાવે છે. લોકો તો એમ પણ કહે છે કે આ કામો તો છોકરીઓએ કરવાના હોય, કારણ કે આપણે ત્યાં વર્ષોથી આ જ પરંપરા ચાલતી આવે છે કે દીકરી નાની હોય ત્યારથી જ તેને ઘરના કામ શીખવવામાં આવે છે, જેથી મોટી થઈને તેના લગ્ન થાય ત્યારે એ સારી હાઉસવાઈફ બની શકે. પરંતુ હવે સમય બદલાયો, પરિસ્થિતીઓ બદલાઈ ગઈ છે અને એટલે કે ધીરે ધીરે લોકોના વિચારો પણ બદલાઈ રહયા છે. ત્યારે હવેના સમયમાં સમાજમાં છોકરા છોકરી વચ્ચે સમાનતા અને લિંગ ભેદ હટાવવા, સંતુલન લાવવું જરૂરી છે. જે માટે સ્પેનની આ શાળાએ કોઈ પણ લિંગ કેમ ન હોય પણ તેમનું જીવન કરી રીતે મેનેજ કરવું એ શીખવવાની શરૂઆત કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks