જ્યોતિષ શાસ્ત્ર

આ 10 સંકેત જણાવે છે કે તમારા પર શનિદેવનો પ્રકોપ છે કે નહિ…જાણો અત્યારે જ

નવ ગ્રહોમાં શનિ દેવને દંડાધિકારી માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર સૂર્ય પુત્ર શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવે છે, પણ તેની સાથે સાથે તેમને ગરીબોના પ્રતિનિધિ દેવ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ગરીબ વ્યક્તિને હેરાન કરે તે શનિ દેવના ગુસ્સાના ભાગી બને છે. આ ઉપરાંત શનિદેવની વક્ર દ્રષ્ટિ જો કઈ પર પડી જાય તો તે હેરાન થઇ શકે છે.

Image Source

આજે આમે તમને જણાવીએ એવા સંકેતો જેનાથી તમને ખબર પડશે કે શનિદેવ તમારા પર પ્રકોપિત છે કે નહીં –

1. આજકાલ લોકોના વાળ ઉંમર કરતા પહેલા જ સફેદ થઇ જાય છે પરંતુ શાસ્ત્રો અનુસાર જો તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થઇ જાય તો આ સંકેત હોઈ શકે કે તમારા પર શનિદેવ ગુસ્સે થયા છે.

2. જો તમારા પર શનિદેવનો પ્રકોપ હશે તો તમારા પર જૂઠો આરોપ લાગી શકે છે અથવા કોઈ પણ બાબતમાં સજા મળી શકે છે.

Image Source

3. જો તમે કાયમ ઘૂંટણના દર્દથી હેરાન થતા હોવ તો આ શનિદેવ ગુસ્સે થવાનો સંકેત હોઈ શકે છે.

4. જો તમારા બુટ ચંપલ ખોવાઈ જતા હોય અથવા તૂટી જાય તો સમજવું કે શનિદેવ તમને સાથ નથી આપી રહ્યા.

5. જો તમારી કુંડળીમાં શનિની ખરાબ દશા ચાલી રહી હશે તો તેવામાં તમારામાં આળસ ઘર કરી જશે અને કોઈ પણ કામમાં સફળતા નહીં મળે.

6. તમારી સાથે કામ કરતા કર્મચારી તમને દગો આપે અથવા તો પૈસાની ગોલમાલ કરે તો આ શનિદેવ કુપિત થવાનો સંકેત છે.

7. વ્યક્તિ ખરાબ લોકોની સંગતમાં અથવા નશાની સંગતમાં આવી જાય તો આ સંકેત છે કે શનિદેવ તેને પર ગુસ્સે છે.

8. જો તમે કોઈ લોન લીધી હોય અને તે ઓછી થવાની જગ્યાએ વધતી જાય તો સમજવું શનિદેવ તમને સાથ નથી આપી રહ્યા.

Image Source

9. જો કોઈ વ્યક્તિના મોઢા પર કાયમ ગુસ્સો, થાક અથવા તણાવ જોવા મળે તો તે પણ શનિના પ્રકોપનું સંકેત છે.

10. ગરીબ અને અસહાય લોકોને હેરાન કરતા લોકો શનિ દેવને પસંદ નથી. તેથી જો તમને કોઈ ગરીબથી તકલીફ હોય તો એનો અર્થ એવો છે કે તમારા પરથી હજી શનિદેવનો પ્રકોપ ચાલી રહ્યો છે.

શનિદેવના પ્રકોપને ઓછો કરવા વિશે શાસ્ત્રોમાં જણાવ્યા છે. જો તમે આવી કોઈપણ તકલીફમાં હોવ તો તમારે દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલથી દીવો કરવો જોઈએ. આ ઉપરાંત દર શનિવારે શનિદેવને તેલ અર્પણ કરવું જોઈએ. આ ઉપાયથી શનિદેવના પ્રકોપની અસર ઓછી કરી શકશો.