ધાર્મિક-દુનિયા

આ જગ્યાએ આવેલુ છે કોરોના દેવીનું મંદિર, મહામારીથી બચવા માટે 48 દિવસનો થશે મહાયજ્ઞ

કોરોના મહામારીની બીજી લહેર તો થમવાનું નામ લઇ રહી નથી અને એક બાજુ ડોકટર્સ અને વૈજ્ઞાનિક દિવસ-રાત એક કરીને આ મહામારીમાં સેવા પર છે અને ત્યાં ઘણા લોકો આ મહામારાથી છૂટકારો મેળવવા માટે દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

તમિલનાડુના કોયંબતૂરમાં જયાં ઇરુગુર સ્થિત કમાચીપુરી આદિનાન મંદિરે કોરોના દેવીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો ફેસલો લીધો અને મંદિરના પ્રબંધન અનુસાર આ લોકોને કોરોના સંક્રમણથી બચાવશે.

મંદિર મેનેજમેન્ટ અનુસાર, કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન સંક્રમણથી ઘણા લોકોની મોત થઇ છે. એવામાં મંગળવારે મંદિરે બ્લેક ગ્રેનાઇટથી બનેલી 1.5 ફૂટ લાંબી કોરોના દેવીની પ્રતિમા સ્થાપિત કરી. મંદિરમાં કોરોનાને લઇને વિશેષ પ્રાર્થના કરવામાં આવશે અને 48 દિવસ સુધી મહાયજ્ઞ દરમિયાન કોઇ પણ સામાન્ય લોકો તેમાં સામેલ નહિ થાય.

તમિલનાડુના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર કેસ વધીને 16,99,225 થઇ ગયા છે અને 18,734 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી કુલ 14,26,915 લોકોએ કોરોનાને માત આપી છે અને સાજા થયા છે.