મનોરંજન

ફેવરિટ શો ‘તારક મહેતા ’માં હવે ક્યારેય નહીં જોવા મળે દયાભાભીથી લઈ ટપુડાની એન્ટ્રી, આવું છે કારણ

આ 9 કલાકારો ક્યારેય નહિ જોવા મળે, જુઓ લિસ્ટ

ટીવી જગતનો સૌથી પોપ્યુલર શો તારક મહેતા આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે, વળી આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી કેટલાક પાત્રોમાં બદલાવ આવી ગયો છે, શોના કેટલાક જુના પાત્રો શો છોડીને હંમેશને માટે ચાલી ગયા છે, જેને દર્શકો આજે પણ યાદ કરે છે. ચાલો જોઈએ એવા કેટલાક કલાકારોને.

Image Source

1.  દિશા વાંકાણી:
આ ધારાવાહિકનું સૌથી મહત્વનું પાત્ર દયાબેનનો અભિનય કરનાર અભિનેત્રી દિશા વાંકાણી સપ્ટેમ્બર 2017થી મેટરનિટી લિવ ઉપર ગઈ હતી. પરંતુ હજુ સુધી શોની અંદર પરત નથી ફરી. દર્શકો આજે પણ તેની રાહ જોઈ રહ્યા છે, તો સીરિયલના મેકર્સ પણ હજુ દયાબેનને રિપ્લેસ નથી કરી શક્યા. તે પણ તેમના આવવાની રાહ જોઈને બેઠા છે.

Image Source

2. ઝીલ મહેતા:
9 વર્ષની ઉંમરમાં જ તારક મહેતા શો સાથે જોડાઈ ચુકેલી ઝીલ મહેતાએ 14 વર્ષની ઉંમરે પોતાના અભ્યાસના કારણે શો છોડી દીધો હતો. તે આ શોની અંદર આત્મારામ ભીડેની દીકરી સોનુના પાત્રમાં જોવા મળી હતી. દર્શકો તેને આજે પણ યાદ કરે છે.

Image Source

3. નિધિ ભાનુશાલી:
ઝીલ મહેતા બાદ શોની અંદર સોનુના પાત્રમાં નજર આવી અભિનેત્રી નિધિ ભાનુશાલી, પરંતુ તેને પણ થોડા જ સમયમાં પોતાના ઉચ્ચ અભ્યાસ માટે આ શોને છોડી દીધો હતો. ત્યારબાદ હવે સોનુના પાત્રમાં પાલક સિંધવાની જોવા મળે છે.

Image Source

4. મોનીકા ભદોરિયા:
તારક મહેતામાં બાઘાની ગર્લફ્રેન્ડ “બાવરી”ના રોલમાં બતાવવામાં આવેલી અભિનેત્રી મોનીકા ભદોરિયાએ પણ આ શોને અચાનક છોડી દીધો હતો. બાવરીનું પાત્ર દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું. તે 6 વર્ષ સુધી આ શોનો ભાગ રહી છે.

Image Source

5. રવિ કુમાર આઝાદ:
ડૉ. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર રવિ કુમાર આઝાદ 8 વર્ષ સુધી તારક મહેતાનો ભાગ બની રહ્યા. પરંતુ 9 જુલાઈ 2018ના રોજ હૃદય રોગના હુમલામાં તેમનું નિધન થઇ ગયું. પરંતુ દર્શકો આજે પણ તેમને ડો.હાથીના પાત્રમાં યાદ કરી રહ્યા છે.

Image Source

6. ભવ્ય ગાંધી:
અભિનતા ભવ્ય ગાંધી તારક મહેતાનું એક મહત્વનું પાત્ર હતો. તે શોના મુખ્ય પાત્ર જેઠાલાલનો દીકરા ટપુનું પાત્ર નિભાવી રહ્યો હતો. પરંતુ તેને પણ આ શો છોડી દીધો. વર્ષ 2017માં તેને આ શો છોડી દીધો. તે એક જ પાત્રમાં લાંબો સમય સુધી રહીને કંટાળી ગયો હતો. તે એક આર્ટિસ્ટના રૂપમાં નવી વસ્તુઓ શીખવા માંગે છે.

Image Source

7. મિહિકા વર્મા:
તારક મહેતા શોની અંદર દર્શકોને રીટા રિપોર્ટરનું પાત્ર ખુબ જ પસંદ આવ્યું હતું. આ પાત્ર નિભાવ્યું હતું અભિનેત્રી મિહિકા વર્માએ. જે પહેલા અભિનેત્રી પ્રિયા આહુજા નિભાવી રહી હતી. દર્શકોને મિહિકાનો અભિનય ખુબ જ પસંદ આવ્યો પરંતુ તેને પણ આ શો અચાનક છોડી દીધો હતો. અને પ્રિયા આહુજા પરત આવી હતી.

Image Source

8. ગુરુચરણ સિંહ:
છેલ્લા કેટલાય સમયથી તારક મહેતામાં મિસ્ટર સોઢીનું પાત્ર નિભાવનાર અભિનેતા ગુરુચરણ સિંહે પણ શોને લોકડાઉન બાદ છોડી દીધો છે. તેમની જગ્યાએ બલવિન્દર સિંહ સોઢીના પાત્રમાં જોવા મળે છે. છતાં પણ ગુરુચરણ સિંહના અભિનયને દર્શકો યાદ કરી રહ્યા છે.

Image Source

9. નેહા મહેતા:
નેહા મહેતા તારક મહેતા શોની અંદર છેલ્લા કેટલાય સમયથી અંજલિ ભાભીનું પાત્ર ભજવી રહ્યા હતા. દર્શકોને  તેમનો અભિનય ખુબ જ પસંદ હતો, પરંતુ અચાનક તેમને પણ શો છોડી દીધો છે અને હવે તેમની જગ્યા સુનૈના ફોજદારે લઇ લીધી છે. તે હવે દર્શકોને પસંદ પણ આવી રહી છે.