તારક મહેતામાં જેઠાલાલના સાળા સુંદરે ભાજપની જીત માટે રાખી હતી અનોખી માનતા, હવે જીત બાદ 75 કિલોમીટર પગપાળા જ નીકળ્યા મયુર વાંકાણી.. જુઓ

દયાબેનના વીરા સુંદરનો ભાજપ પ્રત્યેનો પ્રેમ, જંગી જીત માટે રાખી હતી માનતા, અમદાવાદથી પગપાળા જ નીકળ્યા આ જગ્યાએ માનતા પુરી કરવા, જુઓ વીડિયોમાં શું કહ્યું ?

ગુજરાતની ચૂંટણી પર આખા દેશની નજર હતી. સેલેબ્સથી માંડીને મોટા મોટા દિગ્ગજો પણ ગુજરાતની ચૂંટણી પર નજર રાખીને બેઠા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપે તો બધા જ સમીકરણો બદલી નાખ્યા અને 156 સીટો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ત્યારે ભાજપની જીત બાદ ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આવી જ એક ખુશી દર્શકોના લોકપ્રિય શો તારક મહેતામાં બતાવતા જેઠાલાલના સાળા સુંદરને પણ થઇ. તારક મહેતાનો સુંદર એટલે કે અભિનેતા મયુર વાંકાણીએ પણ ભાજપની જીત માટે માનતા રાખી હતી અને હવે જયારે પરિણામમાં ભાજપની જીત થઇ છે ત્યારે મયુર વાંકાણી પોતાની માનતા પૂર્ણ કરવા માટે પણ નીકળી ગયા છે.

મયુર વાંકાણીએ માનતા રાખી હતી કે ભાજપ આ ચૂંટણીમાં વિજય મેળવશે તો તે અમદાવાદથી 75 કિમિ દૂર આવેલા વિઠલાપુરમાં ચાંચરી માતાજીના દર્શન કરવા માટે પગપાળા જશે. ત્યારે હવે ભાજપની જીત બાદ મયુર વાંકાણી પોતાની માનતા પૂર્ણ કરવા માટે ચાલીને વિઠલાપુરમાં ચાંચરી માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છે.

પોતાની આ માનતા વિશેની જાણકારી મયુર વાંકાણીએ એક વીડિયો શેર કરીને આપી હતી. વીડિયોમાં તેઓ રોડ પર ચાલતા દેખાઈ રહ્યા છે અને જણાવી રહ્યા છે કે “આજની ઘડી રે રળિયામણી રે લોલ. આ માન્યામાં ન આવે તેવી જીત છે. ન ભૂતો ન ભવિષ્યતી. ગુજરાતની જનતાએ બતાવી દીધું છે કે, ગુજરાતની જનતા હંમેશા સત્યની સાથે છે, વિકાસની સાથે છે.”

વીડિયોમાં તે આગળ જણાવી રહ્યા છે કે, “PM મોદીએ જે વિકાસની રૂપરેખા તૈયાર કરી છે, તેમના સ્વપ્નનું ગુજરાત બનાવ્યું છે, ગુજરાત વધુ સુંદર બને તે માટે સૌ ગુજરાતીઓ આજે કટિબદ્ધ થયા અને આટલા બધા કમળ એકસાથે ભાજપની ઝોળીમાં મૂકી દીધા છે. ભાજપની આ રેકોર્ડબ્રેક જીતથી અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને 75 કિલોમીટરની પગપાળા એક લાગણીઓના ભાગ રૂપે યાત્રા આરંભી છે.”

પોતાની ખુશી વ્યક્ત કરતા મયુર વાંકાણી કહે છે કે, “મને ખૂબ આનંદ છે કે હું એવા ગુજરાતીઓમાંથી એક છું જે હંમેશા ગુજરાતના વિકાસની રૂપરેખા માટે તત્પર છે. માતાજીના ચરણોમાં શિશ ઝુકાવીશ અને ગુજરાત વધુને વધુ મજબૂત થઈને બહાર આવે એવા હું આશિષ માગીશ.” ટાયરે મયુર વાંકાણીની આ ખબર વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Niraj Patel