તારક મહેતાના દિલીપ જોશીની દીકરી નિયતિથી લઇને દિશા વાકાણીની દીકરી સ્તુતિ સુધી, મળો સ્ટારકાસ્ટના બાળકોને

3 બાળકોના પિતા છે પોપટલાલ તો બાપુજીના છે જુડવા દીકરાઓ, જાણો કોના કેટલા છે બાળકો ?

વર્ષ 2008થી પ્રસારિત થઈ રહેલો પોપ્યુલર અને કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 14 વર્ષ પછી પણ લોકોની પહેલી પસંદ છે. આ શોમાં દર્શકો એક કરતા વધુ પાત્રો જુએ છે. જેમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીથી લઈને દયાબેન એટલે કે દિશા વાકાણી સુધી અનેક સ્ટાર્સનો સમાવેશ થાય છે. જો કે, આજે અમે તમને આ પાત્રો વિશે નહીં પરંતુ સ્ટાર્સના બાળકો વિશે જણાવીશું.

1.દિલીપ જોશી : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના એપિક પાત્રમાં જોવા મળેલા દિલીપ જોશી બે બાળકોના પિતા છે. દિલીપ જોશીની પુત્રીનું નામ નિયતિ અને પુત્રનું નામ ઋત્વિક છે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશીની દીકરી નિયતિના લગ્ન ગયા વર્ષે જ 11 ડિસેમ્બરે મુંબઈની હોટેલ તાજમાં થયા હતા.

2.દિશા વાકાણી : દિશા વાકાણીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી દિશા આ શોનો ભાગ નથી. દિશા વાકાણીના લગ્ન વર્ષ 2017માં થયા હતા અને હવે તે એક બાળકીની માતા છે. દિશાની દીકરીનું નામ સ્તુતિ છે.

3.શૈલેષ લોઢા: જેઠાલાલના પરમ મિત્ર તારક મહેતાના રોલમાં જોવા મળતા શૈલેષ લોઢાની દીકરીનું નામ સ્વરા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્વરાને વાંચન અને લખવાનો ખૂબ જ શોખ છે અને તેણે એક પુસ્તક પણ લખ્યું છે.

4.અમિત ભટ્ટ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાપુજીના રોલમાં જોવા મળતા અમિત ભટ્ટ બે બાળકોના પિતા છે. અમિતના પુત્રો દેવ અને દીપ જોડિયા છે.

5.શ્યામ પાઠક : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શ્યામ પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવે છે જે શોમાં કુંવારા બતાવ્યા છે. જો કે, શ્યામ પાઠક વાસ્તવિક જીવનમાં પરિણીત છે અને તે ત્રણ બાળકો, પુત્રી નિયતિ અને પુત્ર પાર્થ અને શિવમના પિતા છે.

6.સોનાલિકા જોશી : આ શોમાં સોનાલિકા જોશી માધવી ભાભીનું પાત્ર ભજવી રહી છે. જો તેમના વિશે વાત કરીએ તો તેમની એક પુત્રી પણ છે જેનું નામ આર્ય જોશી છે. સોનાલીકા પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

7.તન્મય વેકરિયા : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું બીજું પાત્ર જે ખૂબ પ્રખ્યાત છે તે બાઘાનું છે. વાસ્તવિક જીવનમાં, બાઘા એટલે કે તન્મય વેકરિયા બે બાળકોનો પિતા છે.

Shah Jina