તારક મહેતાના કલાકારો પાસે છે એકથી એક ચમચમાતી લક્ઝુરિયસ ગાડીઓ, દિશા વાંકાણી ફરે છે લાખોની ઓડીમાં તો જેઠાલાલ પણ…..

ટીવી ઉપર દર્શકોનો સૌથી મનગમતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પહેલી પસંદ છે.   જેટલો આ શો દર્શકો વચ્ચે લોકપ્રિય છે એટલા જ આ શોના કલાકારો પણ દર્શકો વચ્ચે લોકપ્રિય છે. આ શો ના કલાકારોના જીવન પણ વિશે પણ જાણવામાં ચાહકોને ખુબ જ રસ હોય છે, તો આજે અમે તમને તારક મહેતાના કલાકારોના વૈભવી જીવનમાં તેઓ કઈ કઈ લક્ઝુરિયસ કાર લઈને ફરે છે તેના વિશે જણાવીશું.

1. દિશા વાંકાણી:
તારક મહેતાની અંદર દયાબેનનું પાત્ર નિભાવી રહેલા દિશા વાંકાણી છેલ્લા ઘણા સમયથી આ શોમાં નથી જોવા મળ્યા, ના શોના મેકર્સ દયાબેનને રિપ્લેસ કરી શક્યા છે, છતાં પણ તેમની લોકપ્રિયતા આજે પણ દર્શકોમાં એટલી જ જોવા મળી રહી છે. વાત કરીએ દિશા વાંકાણીના કાર કલેક્શનની તો મીડિયા રિપોર્ટ અનુસાર તેમની પાસે ઓડી ક્યુ 7 છે. જેની કિંમત 84. 44 લાખ રૂપિયા છે.

2. દિલીપ જોશી:
તારક મહેતા શોનું મુખ્ય પાત્ર દિલીપ જોશી એટલે કે જેઠાલાલ પણ દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે, જેઠાલાલ પણ કારના ખુબ જ શોખીન છે. હાલમાં જ દિવાળીના અવસર ઉપર તેમને એક લકઝરી કિયા સેલ્ટોસ કાર ખરીદી. જેની કિંમત 12.29 લાખ રૂપિયા છે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટ અનુસાર જેઠાલાલ પાસે 80 લાખની ઓડી ક્યુ 7 અને 14 લાખની ટોયોટો ઇનોવા પણ છે.

3. ભવ્ય ગાંધી:
તારક મહેતાની અંદર જુના ટપુનો અભિનય કરનાર અભિનેતા ભવ્ય ગાંધીના ચાહકો પણ આજે તેને ખુબ પ્રેમ આપે છે. જો કારના શોખની વાત કરવામાં આવે તો ભવ્ય ગાંધીને લકઝરી કારનો ખુબ જ શોખ છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેની પાસે 47 લાખની ઓડી છે.

4. અમિત ભટ્ટ:
શોમાં બાપુજીનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા અમિત ભટ્ટ પણ ગાડીઓના ખુબ જ શોખીન છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમની પાસે 23 લાખ રૂપિયાની કિંમતની શાનદાર ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કાર છે.

5. શૈલેષ લોઢા:
તારક મહેતામાં લેખક તારક મહેતા તરીકેનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા શૈલેષ સોઢા પણ લકઝરી કારણ ખુબ જ શોખીન છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમની પાસે મર્સીડીઝ બેન્ઝ 350 છે. જેની કિંમત 80 લાખ રૂપિયા છે.

6. તનુજ મહાશબ્દે:
જેઠાલાલ સાથે હંમેશા જેનો 36નો આંકડો રહે છે એવા અય્યર એટલે કે તનુજ મહાશબ્દે પણ આ શોમાં ખુબ જ લોકપ્રિય છે. તે સાઉથ ઇન્ડિયન સ્ટાઈલમાં દર્શકોને ખુબ જ મનોરંજન કરાવે છે. વાત કરીએ તેમના કારના શોખની તો મીડિયા રિપોર્ટ અનુસાર તનુજ પાસે બીએમડબ્લ્યુ 3 સિરીઝની કાર છે. આ કારની કિંમત પણ લાખોમાં છે.

7. સોનાલિકા જોશી:
તારક મહેતાના એકમાત્ર સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીના રોલમાં જોવા મળતી અભિનેત્રી સોનાલિકા જોશી પણ લક્ઝુરિયસ લાઈફ જીવે છે. તેને કારનો પણ ખુબ જ શોખ છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેના કાર કલેક્શનમાં એમજી હેકટર અને ટોયોટા ઈટિયોસ જેવી મોંઘી ગાડીઓ સામેલ છે.

Niraj Patel