તારક મહેતાનો એક એપિસોડ યુટ્યુબ ઉપર મચાવી રહ્યો છે ધમાલ, 2021ના ટોપ 10 વીડિયોમાં થયો સામેલ, જુઓ કયો છે તે એપિસોડ

ટીવી ઉપર પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પહેલી પસંદ છે, આ શો માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ લોકો એટલા જ ઉત્સાહથી જોતા જ હોય છે, જેના કારણે ભારતમાં ટીઆરપીમાં તો આ શો ખુબ જ આગળ રહે છે પરંતુ યુટ્યુબ ઉપર પણ તેના એપિસોડ લોકો વારંવાર જોતા હોય છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી સતત ચાલી આવતો શો છે અને આ શો સૌથી લાંબો ચાલનારો એકમાત્ર કોમેડી શો છે. તારક મહેતા શોના નામ ઉપર આમ તો ઘણી બધી ઉપલબ્ધીઓ જોડાયેલી છે, પરંતુ હવે આ શોના નામ ઉપર બીજી એક ઉપલબ્ધી પણ જોડાઈ ચુકી છે.

આ શોનો એક એપિસોડ લોકોને એટલો બધો પસંદ આવ્યો છે કે 2021માં યુટ્યુબના ટોપ 10 વીડિયોમાં સામેલ થઇ ચુક્યો છે. આ એપિસોડ એટલો મજેદાર છે કે તેને જોઈને તમને પણ ખુબ જ મજા આવશે. યુટ્યુબ દ્વારા હાલમાં જ 2021માં સૌથી વધારે પોપ્યુલર રહેલા પોતાના ટોપ 10 વીડિયોનું લિસ્ટ શેર કર્યું છે, જેમાં તારક મહેતાનો એક એપિસોડ પણ સામેલ છે.

આ એપિસોડ ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડે ઉપર છે જયારે તેમનું સ્કૂટર રાત્રે ગાયબ થઇ જાય છે. આ એપિસોડમાં ભીડે તેમના સ્કૂટર સખારામ માટે બાલ્કનીમાંથી કૂદી જાય છે અને સીધા જ જેઠાલાલના ઘરે પહોંચી જાય છે તેમને મારવા માટે. આ વીડિયોની કલીપ લોકોને એટલી બધી પસંદ આવી છે કે લોકોએ આ એપિસોડને 10 કરોડથી પણ વધારે વાર જોયો છે અને હજુ પણ લોકો તેને એટલો જ પસંદ કરી રહ્યા છે.

ખાસ વાત તો એ છે કે આ એપિસોડને વર્ષના શરૂઆતમાં એટલે કે 9 જાન્યુઆરીના રોજ યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. અને આ વર્ષે સૌથી વધારે વાર જોવામાં આવ્યો અને પસંદ કરવામાં આવ્યો.

Niraj Patel