તારક મહેતામાં અથાણાં, પાપડનો વ્યવસાય કરતી માધવી ભાભી અસલ જીવનમાં પણ છે બિઝનેસ વુમન, જાણો શું કરે છે બિઝનેસ

માધવી ભાભી અસલ જીવનમાં જાણો શું ધંધો કરે છે

છેલ્લા 12 વર્ષથી દર્શકોનું એકધારું મનોરંજન કરાવનાર ટીવીના સૌથી ખ્યાતનામ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દર્શકોની પહેલી પસંદ છે, તો આ શોના પાત્રો પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે, આ શોમાં કેટલાક પાત્રોએ વિદાય લઇ લીધી છે તો ઘણા નવા પાત્રો પણ આવી ગયા છે, પરંતુ ઘણા પાત્રો એવા છે જે છેલ્લા 12 વર્ષથી આ શો સાથે જ જોડાયેલા છે. એવું જ એક પાત્ર છે શોના એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડેની પત્ની માધવી ભાભીનું.

Image Source

માધવી ભાભી આ શોની અંદર અથાણાં અને પાપડનો વ્યવસાય કરતા જોવા મળે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે શોના માધવી ભાભી માત્ર શોમાં જ બિઝનેસ વુમન નથી, અસલ જીવનમાં પણ તેઓ એક બિઝનેસ વુમન છે.

તારક મહેતામાં માધવી ભાભીનું પાત્ર અભિનેત્રી સોનાલિકા જોશી નિભાવી રહ્યા છે. તે છેલ્લા 12 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે. પોતાના અભિનયના શોખના કારણે તે આ શોની અંદર અભિનય કરી રહ્યા છે પરંતુ તે એક બિઝનેસ વુમન પણ છે અને બિઝનેસ ચલાવીને તેમને કરોડોની સંપત્તિ પણ ભેગી કરી લીધી છે.

Image Source

સોનાલિકા ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલી છે. જેને સોનાલિકાએ બિઝનેસના રૂપમાં સ્થાપિત કરી દીધો છે. હાલમાં તે આ બિઝનેસ દ્વારા ઘણી જ સારી એવી રકમ પણ કમાઈ રહી છે. તારક મહેતા શોમાં કામ કરનારા કલાકારોને પણ એક એપિસોડની સારી એવી રકમ મળતી હોય છે ત્યારે સોનાલિકા જોશીને પણ એક એપિસોડ માટે 25 હજાર રૂપિયા ચુકવવામાં આવે છે. જેના કારણે માધવી ભાભી આ શો દ્વારા અને બિઝનેસ દ્વારા સારી કમાણી કરે છે. શોમાં ભલે તે મધ્યમવર્ગીય સ્ત્રી બતાવવામાં આવી હોય, પરંતુ અસલ જીવનમાં તે કરોડોની માલકીન છે.

Image Source

સોનાલિકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પોતાના લગ્ન જીવનના 19 વર્ષ પૂર્ણ કર્યા હતા, જેની તસવીરો પણ તેને પોતાના પતિ સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી. સોનાલિકાની એક દીકરી પણ છે.

Niraj Patel