મનોરંજન

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોનું શુટિંગ કરવા માટે ટીમ આવી ગુજરાત, આ વૈભવી રિસોર્ટમાં ચાલી રહ્યુ છે શુટિંગ

તારક-અંજલી, ટપ્પુ સેના,, રોશનસિંહ સોઢી, ઐય્યર, અબ્દુલ બધા જ ગોકુલધામ સોસાયટીના બાકીના સભ્યો અહીંયા રોકાયા છે, જુઓ વૈભવી રિસોર્ટની બ્યુટીફૂલ તસવીરો

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોના દિલમાં આ શોએ ઘણી જગ્યા બનાવી લીધી છે. આટલા લાંબા સમયથી આ શો ચાલે છે

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોના 3 હજાર એપિસોડ પુરા થયા હતા. આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. આવા જ એક કલાકાર છે પત્રકાર પોપટલાલ. શોમાં તેમના હજી સુધી લગ્ન થયા નથી. પરંતુ હવે લાગે છે તેમના લગ્નનો સમય આવી ગયો છે.

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સતત 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો લગભગ દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે, ત્યારે 15 એપ્રિલથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવી દીધુ હતુ

અને તે બાદથી મુંબઇમાં ટીવી ધારાવાહિક અને ફિલ્મોનું શુટિંગ બંધ છે. જેને કારણે કેટલીક ચેનલોએ તેમના ધારાવાહિકનું શુટિંગ રાજય બહાર કરવાની અનુમતિ આપી હતી. જેને કારણે “તારક મહેતા” શોનું શુટિંગ દમણમાં ચાલુ છે.

મે મહિનામાં “તારક મહેતા’ની ટીમ વાપી-દમણ આવી હતી. શરૂઆતમાં જયારે ટીમ અહી આવી હતી ત્યારે કોરોના કેસોની સંખ્યા વધુ હતી. તેને કારણે અહી ઘણી ઓછી ટીમ હતી.

કલાકાર પણ તેમનું નાનુ મોટુ કામ કરી લેતા હતા. હાલ તો શોમાં પત્રકાર પોપટલાલ કોરોનામાં દવાઓની કાળાબજારી કરનાર ગેંગને પકડવામાં લાગેલા છે, જેના માટે તેમણે પહેલા ડોક્ટર હાથીની મદદ લીધી હતી અને તે બાદ જેઠાલાલની.

તમને જણાવી દઇએ કે, મીરાસોલ રિસોર્ટ દમણનુ જાણિતુ રિસોર્ટ છે. જયાં ત્રણ પ્રકારના રૂમ છે. એક્ઝિકયૂટીવ રૂમ, ડ્યુપલેક્સ રૂમ અને સ્ટુડિયો રૂમ. રિસોર્ટની અંદર વોટર પાર્ક પણ છે. આ ઉપરાંત એક સ્વિમિંગ પુલ અને બિયરબાર પણ છે.

શોનું શુટિંગ હાલ રિસોર્ટમાં ચાલી રહ્ય છે. ત્યારે હવે શોની ટીમ ગુજરાત આવી હતી. જોકેે, કેટલાક કલાકારો અહીં આવ્યા હતા. શોમાંં હાલ કાળાબજારી પર બતાવી રહ્યા છે.

મિશન કાલા કૌંઆ માટે પોપટલાલ, જેઠાલાલ, ચંપકલાલ, બાઘા, ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે, ડો.હાથી, ભીડે વગેરે શોના પાત્રો ગુજરાત આવ્યા હતા. અને હવે લાગી રહ્યુ છે કે, શો પ્રોડ્યુસર અસીત મોદી દ્વાર બાકીના પાત્રોને પણ બોલાવી લેવામાં આવ્યા છે.

થોડા સમય પહેલા રિસોર્ટમાં શોમાં ગોલીનું પાત્ર નિભાવતા કુશ શાહ, સોનુનું પાત્ર નિભાવતી પલક સિધવાની ગોગી સમય શાહ અને પિંકુ અઝહર પણ આવી ચૂક્યા છે. પલકે એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો,

જેમાં અંજલિ ભાભી એટલે કે સુનૈના ફોજદાર, પલક સિધવાની તેમજ શોની કોમલ ભાભી અને ટપ્પુ સેના પણ જોવા મળી હતી, તેમાં તેઓ ડાંસ કરતા જોવા મળ્યા હતા.

તારક મહેતાની ટીમ લગભગ 5-6 દિવસ પહેલા જ ગુજરાત આવી છે. શોના કલાકારોએ રિસોર્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. શોમાં ઐય્યરનું પાત્ર નિભાવતા તનુજે પણ રિસોર્ટની તસવીર શેર કરી છે.

આ ઉપરાંત રોશન સિંહ સોઢીએ પણ કેટલીક તસવીર શેર કરી છે, જેમાં રિસોર્ટનો નજારો જોઇ શકાય છે. અબ્દુલ ઉર્ફે શરદ સંકલાએ પણ શુટિંગ શરૂ કર્યાની તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.