TMKOCના તારક મહેતાની અસલી પત્ની અંજલિ ભાભી કરતા જરા પણ કમ નથી, ભણતરના મામલામાં છે અવલ્લ, જીવે છે આવી લાઈફ

શૈલેષ લોઢા ઉર્ફ તારક મહેતાની પત્ની અને દીકરી પણ છે લેખિકા, જાણો કેવી છે લાઈફ સ્ટાઇલ

છેલ્લા 13 વર્ષથી દર્શકો મનોરંજન કરાવી રહેલો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. આ શોના પાત્રો પણ આજે ઘર ઘરમાં પ્રચલિત બની ગયા છે, એ પછી આ શોનું મુખ્ય પાત્ર જેઠાલાલ હોય કે પછી તેમના ખાસ મિત્ર તારક મહેતા. લોકો આ પાત્રોને ભરપૂર પ્રેમ આપે છે. તો સાથે સાથે તેમના અંગત જીવન વિશે પણ ચાહકોને જાણવામાં ખુબ જ રસ હોય છે.

આજે અમે તમને તારક મહેતા શોની અંદર તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા શૈલેષ લોઢાના અંગત જીવન વિશે જણાવીશું. શૈલેષ લોઢા ભલે પોતાના પાત્રથી લાઇમ લાઇટમાં બન્યા રહેતા હોય પરંતુ તેમની પત્ની પણ ઓછી પ્રતિભાશાળી નથી.

તારક મહેતામાં તો શૈલેષ લોઢાની પત્ની અંજલીભાભી બતાવવામાં આવે છે અને આ શોમાં અંજલિ ભાભી સાથે તારક મહેતાની કેમેસ્ટ્રી પણ ખુબ જ સારી દેખાય છે, પરંતુ તેમના અસલ જીવનમાં પણ તમેની પત્ની સાથે તેમની જોડી ખુબ જ સુંદર લાગે છે.

શૈલેષ લોઢાની પત્નીનું નામ છે સ્વાતિ લોઢા. સ્વાતિ ખુબ જ સુંદર છે. પરંતુ તેની અભિનયની દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. સ્વાતિ ભણતરમાં ખુબ જ આગળ છે. તેમને મેનેજમેન્ટ ક્ષેત્રમાં પીએચડી કર્યું છે.

શૈલેષ લોઢાની પત્ની સ્વાતિ લોઢા ના ફકત મેનેજમેન્ટ સ્કોલર છે પરંતુ તેમને ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તે એક લેખિકા છે અને સામાજિક કામોમાં પણ પોતાનું યોગદાન આપતા રહે છે.

શૈલેષ અને સ્વાતિની એક દીકરી પણ છે. જેનું નામ તેમને સ્વરા રાખ્યું છે. સ્વરા પણ તેના માતા પિતાની જેમ એક લેખિકા છે. સ્વરાએ તેના માતા પિતા પાસેથી જ આ ગુણ શીખ્યા છે.

શૈલેષ લોઢાને તેમના લખાણની અંદર સ્વાતિ પણ મદદ કરે છે. શૈલેષ જયારે પોતાનું પહેલું પુસ્તક લખી રહ્યા હતા ત્યારે સ્વાતિએ તેમની મદદ કરી હતી. અત્યાર સુધી શૈલેષ લોઢા કુલ ચાર પુસ્તકો લખી ચુક્યા છે.

સ્વાતિ લોઢા પૅરેંટિગ વિષય ઉપર પણ લોકોને પ્રેરણા આપે છે. તે સોશિયલ મીડિયા ઉપર પૅરેંટિગથી જોડાયેલા વીડિયો પણ શેર કરે છે. સાથે જે તમેને થોડા સમય પહેલા જ પોતાની દીકરી સ્વરાના પુસ્તક લખવામાં પણ મદદ કરી હતી. જેનું નામ 54 Reasons Why Parent’s Suck !” છે.

તારક મહેતા ધરાવહિકમાં શૈલેષ લોઢાની ફીની જો વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ અનુસાર તે પણ દિલીપ જોશીની બરાબર ફી લે છે. તે દરેક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

શૈલેષ લોઢા પોતાના અંગત જીવનમાં ખુબ જ વૈભવી જીવન જીવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે મોંઘી ગાડીઓ પણ છે જેમાં ઓડી અને મર્સીડીઝની બેન્ઝ E350D જેવી ગાડીઓ છે.

Niraj Patel