મનોરંજન

કુંવારા નથી તારક મહેતાના પોપટલાલ, ખુબ જ સુંદર છે તેમની પત્ની, જુઓ તસ્વીરો

તારક મહેતાના વાંઢા પોપટલાલની પત્ની ખૂબ જ બ્યુટીફૂલ છે, જુઓ ફોટો ક્લિક કરીને

ટીવી જગતનો સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે ઘર ઘરની પસંદ બની ગયો છે. આ શોના પાત્રો પણ દર્શકોનું મન મોહી લે છે, ત્યારે આ ધારાવાહિકનું જ એક પાત્ર પોપટલાલ પણ દર્શકોની પહેલી પસંદ છે. પોપટલાલ તારક મહેતામાં ભલે કુંવારા બતાવવામાં આવ્યો હોય, પરંતુ અસલ જીવનમાં તેના લગ્ન થઇ ગયા છે અને તેની પત્ની પણ ખુબ જ સુંદર છે. પોપટલાલને ત્રણ બાળકો પણ છે.

Image Source

આ ધારાવાહિકમાં પોપટલાલ એક પત્રકારના અભિનયમાં છે. તે ગોલ્ડન એવોર્ડ વિજેતા વરિષ્ઠ પત્રકાર બતાવવામાં આવ્યા છે અને ધારાવાહિકમાં નજર આવતી દરેક કુંવારી છોકરીઓ સાથે તે લગ્નનું સ્વપ્ન જોતા જોવા મળે છે.

Image Source

તારક મહેતામાં આ અભિનય અભિનેતા શ્યામ પાઠક દ્વારા નિભાવવામાં આવ્યો છે. ભલે ધારાવાહિકમાં પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક કુંવારા હોય પણ અસલ જીવનમાં સુંદર પત્નીના પતિ છે.

Image Source

શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી છે. તેમને પોતાની જ સાથી રેશમી સાથે પ્રેમ થઇ ગયો અને તેમને લગ્ન પણ રેશમી સાથે જ કરી લીધા.

Image Source

શ્યામ પાઠકની દીકરીનું નામ નિયતિ છે અને દીકરાનું નામ છે પાર્થ. જયારે તેમના નાના દીકરાનું નામ છે શિવમ. વર્ષ 2015માં તે ત્રીજા બાળકના પિતા બન્યા હતા.

Image Source

પરંતુ ધરાવાહિકની અંદર પોપટલાલને કુંવારા જોઈને દરેક દર્શક એવી આશા રાખી રહ્યા છે કે પોપટલાલને કોઈ યોગ્ય જીવન સાથી મળી જાય. ગોકુલધામ વાસીઓ પણ આવી જ ઈચ્છા રાખીને બેઠા છે.